Video જોઈ ટોસ્ટ ખાવાનું છોડી દેશો તમે! વ્યક્તિએ કરી હોંશ ઉડાવી દે તેવી 'ગંદી હરકત'
સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયો જોયા બાદ તમે ક્યારેય પણ ટોસ્ટ ખાતા પહેલા 100 વખત વિચાર કરશો.
સવારે ચાની સાથે નાસ્તામાં વધુ પડતા લોકો ટોસ્ટ ખાવાનું પસંદ કરે છે. ચામાં ટોસ્ટ બોળીને તેને ખાવાનો આનંદ કંઈ અલગ જ છે. એટલું જ નહી, ઓફિસની બહાર ચાની દુકાનો ઉપર પણ ટોસ્ટ ખૂબ વહેંચાય છે, પરંતુ શું તમે ક્યારેય એ જાણવાની કોશિશ કરી કે ટોસ્ટને કઈ રીતે તૈયાર કરવામાં આવે છે અને કઈ રીતે પેકિંગ કરવામાં આવે છે? સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયો જોયા બાદ તમે ક્યારેય પણ ટોસ્ટ ખાતા પહેલા 100 વખત વિચાર કરશો.
ટોસ્ટ પર થૂક લગાવી પેકિંગ કરી રહ્યો છે શખ્સ
વાયરલ થયેલા વીડિયોને જોયા બાદ કોઈનું પણ મન ખરાબ થઈ જશે. એક કારખાનમાં કામ કરતો કારીગરે કંઈક આવી ગંદી હરકત કરી, જેને જોયા બાદ તમારા રુવાડા ઉભા થઈ જશે. વીડિયોમાં જોઈ શકાય છે કે ટોસ્ટ તૈયાર થયા બાદ કારખાનામાં બેસેલા કેટલાક કારીગર ટોસ્ટ ઉપર પગ રાખે છે. એટલું જ નહી પેકિંગ કરતા સમયે તેમાંથી એક ટોસ્ટને પોતાની જીભ પર લગાવ્યું. થૂકને ટોસ્ટ પર લગાવ્યા બાદ શખ્સ ટોસ્ટને પેકેટ અંદર મૂકે છે. આ વીડિયો તમારા ચહેરાનો રંગ ઉડાવી શકે છે.
ઈન્ટરનેટ પર વાયરલ થયો વીડિયો
કારખાનામાં કામ કરતો વ્યક્તિ જાણી જોઈને કેમેરો જોઈને ટોસ્ટ પર થૂક લગાવે છે અને જમીર પર રાખેલા ટોસ્ટ પર પગ રાખે છે. આ વીડિયો જ્યારે ઈન્ટરનેટ પર વાયરલ થયો તો લોકોમાં ગુસ્સો જોવા મળ્યો હતો. ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો GiDDa નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. 36 હજાર કરતા વધારે લોકોએ આ વીડિયોને જોયો છે.
View this post on Instagram
ઈન્સ્ટાગ્રામ પર યૂઝર્સના આવ્યા આવા રિએક્શન
વીડિયો પર યૂઝર્સે અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી. કોઈએ લખ્યું, આ વ્યક્તિની ધરપકડ કરવી જોઈએ, તો અન્ય કોઈએ કહ્યું આજથી ટોસ્ટ ખાવાનું બંધ કરી દેવું જોઈએ. જ્યારે અન્ય એક યૂઝર્સે લખ્યું, હાલમાં જ ટોસ્ટ ખાધા છે ભાઈ....જણાવો આ વીડિયો ક્યાંનો છે, તેની કોઈ પુષ્ટી નથી થઈ.





















