ઇરોમ શર્મિલાને સન્માનિત કરશે મણીપુર સરકાર, AFSPAના વિરોધમાં 16 વર્ષ સુધી કરી હતી ભૂખ હડતાળ
મણીપુરની જાણીતી માનવાધિકાર કાર્યકર્તા ઇરોન ચાનૂ શર્મિલા 4 નવેમ્બર 2000 થી ઓગસ્ટ 2016 સુધી ભૂખ હડતાળ પર હતી
નવી દિલ્હીઃ મણીપુરની સરકારે માનવાધિકાર કાર્યકર્તા ઇરોમ શર્મિલાને તેના 16 વર્ષના અફસ્પા વિરોધ આંદોલન (Anti AFSPA Movement) માટે સન્માનિત કરશે. મણીપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહે ઇરોમ શર્મિલાની પ્રસંશા કરતા કહ્યું કે, તેમને અફસ્પા વિરોધી આંદોલન અંતર્ગત 16 વર્ષ સુધી ધરણાં અને ભૂખ હડતાળ કરતા પોતાનુ અડધુ જીવન બલિદાન કરી દીધુ છે. કેન્દ્ર સરકારે ત્રણ પૂર્વોત્તર રાજ્યો આસામ, મણીપુર અને નાગાલેન્ડ કેટલાય વિસ્તારોમાંથી સશસ્ત્ર દળ વિશેષ અધિકાર અધિનિયમ (AFSPA) અફસ્પાને હટાવી દીધો છે. આ અધિનિયમને હટાવવાના થોડાક કલાકો બાદ મણીપુર સરકારે આઇરૉન લેડી ઇરોમ ચાનૂ શર્મિલાને તેની 16 વર્ષની ભૂખ હડતાળ માટે સન્માનિત કરવાનો ફેંસલો કર્યો છે, જે AFSPA વિરોધી આંદોલનનો ભાગ હતી.
ઇરોમ શર્મિલાને સન્માનિત કરશે મણીપુર સરકાર -
મણીપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહે કહ્યું કે, - અમે ચોક્કસ રીતે તેને આમંત્રિત કરીને તેમનુ સન્માન કરીશું. હું મણીપુરના લોકો, મુખ્ય રીતે શર્મિલાની પ્રસંશા કરુ છે, જેને 16 વર્ષ સુધી ધરણાં અને ભૂખ હડતાળ કરતા પોતાનુ અડધુ જીવન બલિદાન કરી દીધુ. હું તમામ લોકોને તેનુ સમર્થન કરવા માટે ધન્યવાદ આપવા માંગુ છુ. રાજ્યના કમ સે કમ 15 પોલીસ સ્ટેસનો અંતર્ગત આવનારા ક્ષેત્રો માટે અફસ્પા- AFSPAને હટાવી દેવામાં આવ્યો છે.
મણીપુરની જાણીતી માનવાધિકાર કાર્યકર્તા ઇરોન ચાનૂ શર્મિલા 4 નવેમ્બર 2000 થી ઓગસ્ટ 2016 સુધી ભૂખ હડતાળ પર હતી. 2017ના મણીપુર વિધાનસભા ચૂંટણી પહેલા પીપુલ્સ રિસર્જેન્સ એન્ડ જસ્ટિસ એલાયન્સ બનાવ્યા પહેલા અફસ્પાને નિરસ્ત કરવાની માંગ કરવામાં આવી હતી. ઇન્ફાલના બહારના વિસ્તારો માલોમમાં સુરક્ષાદળો દ્વારા 10 લોકોની હત્યા કર્યાના બે દિવસ બાદ ઇરોમ શર્મિલાએ પોતાની ભૂખ હડતાળ શરૂ કરી હતી.
AFSPA ને હટાવવાના નિર્ણયનુ સ્વાગત -
49 વર્ષીય ઇરોમ શર્મિલા મણીપુર અને દેશની અન્ય જગ્યાઓ પર અફસ્પા - AFSPA વિરોધી આંદોલનનો ચહેરો બની હતી, હવે તેને આસામ, મણીપુર અને નાગાલેન્ડના કેટલાય ભાગોમાંથી AFSPA હટાવવાના કેન્દ્ર સરકારના ફેંસલાનુ સ્વાગત કર્યુ છે. મીડિયા સાથેની વાતચીતમાં તેને સરકારના આ પગલાને લોકતંત્રનો એક વાસ્તવિક સંકેત બતાવ્યો. આ નવી શરૂઆત અને કેટલાય વર્ષોથી ચાલી આવતી લડાઇનુ પરીણામ છે. તેને કહ્યું કે અફસ્પા આખા ઉત્તર-પૂર્વ ભારતમાં સ્થાયી રીતે હટાવી દેવામાં આવે. AFSPA અધિનિયમ સુરક્ષાદળોને ઓપરેશન કરવા અને વિના વૉરંટે સંદિગ્ધ વિદ્રોહીઓની ધરપકડ કરવાનો અધિકાર આપે છે.
આ પણ વાંચો.........
Home Loan લેવા પર ટેક્સમાં થાય છે મોટી બચત, જાણો ટેક્સ ડિડક્શના તમામ નિયમ
ગ્રીન વેજિટેબલ્સની સાથે આ ફૂડ ખાઇને સરળતાથી ઉતારો વજન, જાણો
Black foods : કાળા રંગના આ ફૂડને ડાયટમાં કરો સામેલ, હંમેશા હેલ્ધી રહેશો
Summer 2022 : ગરમીએ તોડ્યો 122 વર્ષનો રેકોર્ડ, જાણો ક્યાં નોંધાયું સૌથી વધુ તાપમાન