શોધખોળ કરો

મણિપુરમાં પરિસ્થિતિ ફરી બગડી! સરકારે 5 દિવસ માટે ઈન્ટરનેટ પર લગાવ્યો પ્રતિબંધ

મણિપુરમાં ફરી એક વખત પરિસ્થિતિ બગડી રહી છે. સરકારે મંગળવારે (10 સપ્ટેમ્બર) પાંચ દિવસ માટે રાજ્યમાં ઈન્ટરનેટ અને મોબાઈટ ડેટા પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે.

Manipur Violence: મણિપુરમાં ફરી એક વખત પરિસ્થિતિ બગડી રહી છે. સરકારે મંગળવારે (10 સપ્ટેમ્બર) પાંચ દિવસ માટે રાજ્યમાં ઈન્ટરનેટ અને મોબાઈટ ડેટા પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે.  મણિપુર સરકારના નિર્ણય મુજબ, રાજ્યમાં 15 સપ્ટેમ્બર બપોરે 3 વાગ્યા સુધી ઈન્ટરનેટ અને મોબાઈલ ડેટા બંધ રહેશે.  

મણિપુર સરકાર દ્વારા  ઈન્ટરનેટ અને મોબાઈલ ડેટાના સંબંધમાં એક નોટીસ જાહેર કરાઈ છે. નોટીસમાં મુખ્યમંત્રી એન બીરેન સિંહે કહ્યું, 'નફરત ફેલાવતા ભાષણો અને સોશિયલ મીડિયા દ્વારા હિંસા ભડકાવતા બદમાશોને રોકવા માટે  સરકારે  ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.' તમને જણાવી દઈએ કે આ પહેલા મણિપુર સરકારે રાજ્યમાં અનિયંત્રિત સ્થિતિ પર આરએએફને બોલાવી હતી અને કર્ફ્યુ લગાવવાનો નિર્ણય પણ લીધો હતો. 

મણિપુર ઘટનાક્રમની મોટી બાબતો

1. ગૃહ વિભાગે સોશિયલ મીડિયા પર દ્વેષપૂર્ણ તસવીરો  ભાષણો અને વીડિયોના પ્રસારને રોકવા માટે ઇન્ટરનેટ પર પ્રતિબંધ લગાવવાનો મોટો નિર્ણય લીધો છે.

2. સૂચનામાં કહેવામાં આવ્યું છે કે મણિપુરમાં લીઝ લાઇન, વીસૈટ, બ્રોડબેન્ડ અને VPN સેવાઓ સહિત ઇન્ટરનેટ અને મોબાઇલ ડેટા સેવાઓને સ્થગિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

3. મંગળવારે (10 સપ્ટેમ્બર) પ્રદર્શનકારીઓએ રાજભવન તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીઓ અને મહિલા પ્રદર્શનકારીઓ સાથે અથડામણમાં સુરક્ષા દળોએ ટીયર ગેસના શેલ છોડ્યા હતા. પ્રદર્શનકારીઓ મણિપુર સરકારના ડીજીપી અને સુરક્ષા સલાહકારને હટાવવાની માંગ પર અડગ છે.

4. ખ્વાઈરામબંધ મહિલા બજારમાં સોમવારથી બેસેલા  સેંકડો વિદ્યાર્થીઓએ બીટી રોડ થઈને રાજભવન તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોંગ્રેસ ભવન પાસે સુરક્ષા દળોએ તેમને અટકાવ્યા હતા.

5. મંગળવારે (10 સપ્ટેમ્બર)ના ઇમ્ફાલ પશ્ચિમ અને ઇમ્ફાલ પૂર્વના જિલ્લા મેજિસ્ટ્રેટોએ બંને જિલ્લામાં કર્ફ્યુ લગાવ્યો. 

6. કર્ફ્યુ દરમિયાન, આરોગ્ય, એન્જિનિયરિંગ વિભાગ, મ્યુનિસિપલ સંસ્થાઓ, વીજળી, પેટ્રોલ પંપ, કોર્ટની કામગીરી, હવાઈ મુસાફરો અને મીડિયા સહિત અન્ય આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા લોકોને મુક્તિ આપવામાં આવી હતી.

7. મીડિયા અહેવાલો અનુસાર, એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મણિપુરમાં ડ્રોન અને હાઇ-ટેક મિસાઇલ હુમલાઓ પછી અત્યાધુનિક રોકેટના ઢગલા  મળી આવ્યા છે. તેમણે આસામ રાઈફલ્સના નિવૃત્ત ડીજી લેફ્ટનન્ટ જનરલ પીસી નાયરના દાવાને પણ નકારી દીધો કે ડ્રોન કે રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. મણિપુર પોલીસને મૈતેઈ પોલીસ કહેવા જોઈએ તેવા નિવૃત્ત અધિકારીના નિવેદનને લઈને ભારે હોબાળો થયો હતો.

8. આઈજીપી (એડમિનિસ્ટ્રેશન) જયંત સિંહે મીડિયા સાથે વાત કરતા, નિવૃત્ત ડીજી લેફ્ટનન્ટ જનરલ પીસી નાયરની ટિપ્પણીને અપરિપક્વ ગણાવી અને તેને નકારી કાઢી. જયંત સિંહે કહ્યું, 'ડ્રોન અને હાઈટેક મિસાઈલ હુમલાના પુરાવા મળ્યા છે. એક પ્રતિષ્ઠિત કમાન્ડર માટે આવું નિવેદન કરવું દુર્ભાગ્યપૂર્ણ છે.

9. મૈતઈ પુલિસ વાળા આરોપ પર આઈજીપી (ઓપરેશન) આઈ કે મુઈવાએ પણ વાંધો ઉઠાવ્યો. તેઓ બોલ્યા, 'અમે આ નિવેદનનું ખંડન કરીએ છીએ. મણિપુર પોલીસમાં વિવિધ સમુદાયના લોકોનો સમાવેશ થાય છે.

10. ઇમ્ફાલ ખીણમાં રહેતા મૈતઈ સમુદાયો અને પર્વતીય વિસ્તારોમાં રહેતા કુકી સમુદાયો વચ્ચેના જાતીય સંઘર્ષે મે 2023 માં ગંભીર સ્વરૂપ લીધું હતું. આ હિંસામાં 200 થી વધુ લોકો માર્યા ગયા અને હજારો લોકો બેઘર થયા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુઆરીથી સસ્તા થશે CNG-PNG 
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુઆરીથી સસ્તા થશે CNG-PNG 
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુઆરીથી સસ્તા થશે CNG-PNG 
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુઆરીથી સસ્તા થશે CNG-PNG 
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Doctor's Handwriting: સાવધાન થઈ જાવ ડોક્ટર્સ! સારા અક્ષરોમાં લખવા પડશે પ્રિસ્ક્રિપ્શન, NMCનો આદેશ
Doctor's Handwriting: સાવધાન થઈ જાવ ડોક્ટર્સ! સારા અક્ષરોમાં લખવા પડશે પ્રિસ્ક્રિપ્શન, NMCનો આદેશ
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર, રેલવે તત્કાલ ટિકિટ બુકિંગમાં આજથી OTP સિસ્ટમ
ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર, રેલવે તત્કાલ ટિકિટ બુકિંગમાં આજથી OTP સિસ્ટમ
"અમેરિકી સૈન્યને 1,776 ડોલરનું બોનસ..." રાષ્ટ્રને સંબોધનમાં ટ્રમ્પે કરી અનેક મોટી જાહેરાતો
Embed widget