Manipur Violence: મણિપુરમાં ત્રણ લોકોની ગોળી મારી હત્યા, લોકોએ ગાડીઓમાં લગાવી આગ, અનેક જિલ્લામાં કર્ફ્યૂ
Manipur Violence: થૌબલ જિલ્લામાં કથિત રીતે ત્રણ લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી
Manipur Violence: નવા વર્ષની સાંજ સુધીમાં મણિપુરમાં હિંસાની ઘટનાઓ બની હતી. સોમવારે (જાન્યુઆરી 1), થૌબલ જિલ્લામાં કથિત રીતે ત્રણ લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને અન્ય પાંચ ઘાયલ થયા હતા, જેના પગલે રાજ્યના પાંચ જિલ્લાઓમાં ફરી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો હતો.
STORY | 3 shot dead in Manipur's Thoubal, curfew reimposed in valley districts
— Press Trust of India (@PTI_News) January 1, 2024
READ: https://t.co/WyRQFiC0xS pic.twitter.com/ntikpHuzTT
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર અધિકારીઓએ જણાવ્યું કે હુમલાખોર બંદૂકધારીઓની હજુ સુધી ઓળખ થઈ નથી. બંદૂકધારીઓ લિલોંગ ચિંગજાઓ વિસ્તારમાં પહોંચ્યા અને સ્થાનિક લોકોને નિશાન બનાવીને ગોળીબાર કર્યો હતો. જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મણિપુરના આ પાંચ જિલ્લામાં ફરી કર્ફ્યુ લાદવામાં આવ્યો
હુમલા બાદ ગુસ્સે ભરાયેલા ટોળાએ ત્રણ ફોર વ્હીલરને આગ ચાંપી દીધી હતી. કાર કોની છે તે તરત જ સ્પષ્ટ થઈ શક્યું નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે તાજેતરની હિંસા બાદ થૌબલ, ઇમ્ફાલ ઇસ્ટ, ઇમ્ફાલ પશ્ચિમ, કાકચિંગ અને બિષ્ણુપુર જિલ્લામાં ફરી કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.
સીએમ એન બિરેન સિંહે શું કહ્યું?
મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે એક વીડિયો સંદેશમાં હિંસાની નિંદા કરી અને લોકોને ખાસ કરીને લિલોંગના રહેવાસીઓને શાંતિ જાળવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે પોલીસ ગુનેગારોને પકડવા માટે કામ કરી રહી છે. તેની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે અને કાયદા મુજબ સજા કરવામાં આવશે.
3 મેથી અત્યાર સુધીમાં 180થી વધુ લોકો માર્યા ગયા છે
મણિપુરમાં 3 મે, 2023ના રોજ જાતિય હિંસા ફાટી નીકળ્યા ત્યારથી અત્યાર સુધીમાં 180 થી વધુ લોકો માર્યા ગયા છે અને કેટલાય લોકો ઘાયલ થયા છે. 3 મેના રોજ હિંસા ફાટી નીકળી હતી જ્યારે બહુમતી મૈતેઇ સમુદાયની અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની માંગના વિરોધમાં પહાડી જિલ્લાઓમાં 'આદિજાતિ એકતા માર્ચ'નું આયોજન કરવામાં આવ્યું હતું. મણિપુરની વસ્તીના લગભગ 53 ટકા મૈતેઇ લોકો છે અને તેઓ મોટાભાગે ઇમ્ફાલ ખીણમાં રહે છે.