શોધખોળ કરો
Advertisement
દિલ્હી: મણિપુરની યુવતી પર અધિકારીની વંશીય ટિપ્પણી, થયો વિવાદ
નવી દિલ્હી : રાજધાનીના ઈંદિરા ગાંધી ઈંટરનેશનલ એરપોર્ટ પર મણિપુરની યુવતી પર ઈમિગ્રેશન અધિકારીની કથિત નસ્લભેદી ટિપ્પણીનો મામલો વધી ગયો છે. વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ટ્વીટ કરીને યુવતીને મદદ કરવાનો ભરોસો આપ્યો હતો. જો કે, ઈમિગ્રેશન વિભાગ ગૃહમંત્રાલયના અંતર્ગત આવે છે. આ વાતની જાહેરાત સુષમા સ્વરાજે પણ કરી છે.
સુષમાએ ટ્વીટમાં લખ્યું છે કે, ‘મને જાણીને ખુબ દુ:ખ થયુ, ઈમિગ્રેશ વિભાગ મારી પાસે નથી, પરંતુ હું રાજનાથ જી સાથે વાત કરીશ.’ ઉલ્લેખનીય છે કે, મણિપુરની યુવતી મોનિકા ખાંગબમે ઈમિગ્રેશન અધિકારી પર કથિત નસ્લભેદી ટિપ્પણીનો આરોપ લગાવ્યો છે.
મોનિકાના મતે દિલ્હી એરપોર્ટ પર અધિકારીએ પાસપોર્ટ જોઈને કહ્યું હતું કે, ‘ઈંડિયન તો નથી લાગતી’ અધિકારીએ ફરીથી મોનિકાને પુછ્યું હતું કે, શું તમે પક્કા ઈંડિયન છો? એમ છતાં પણ અધિકારીઓએ ઘણા સવાલો મોનિકાને પુછ્યા હતા. મોનિકાએ જ્યારે માડું થવાની વાત કરી, ત્યારે અધિકારીએ જવાબ આપ્યો હતો કે, ‘વિમાન તમને છોડીને ક્યાંય નહીં જાય.’
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ દિલ્હીમાં પૂર્વોત્તરના લોકોની સાથે નસ્લભેદીય મામલા સામે આવ્યા છે. જેથી વધી રહેલા મામલાઓને લઈને દિલ્હી પોલીસે એક વિશેષ સેલ બનાવ્યો છે. ‘દિલ્હી પોલીસ નાર્થ-ઈસ્ટ ફોક્સ’ નામથી દિલ્હી પોલીસ સોશિયલ મીડિયા પર અભિયાન પણ ચલાવતી રહે છે. અહીં તેમની તમામ પ્રકારની ફરિયાદો ઉપર મદદ કરવામાં આવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement