Delhi News: મનીષ સિસોદિયાએ ક્રાઉડ ફંડિગથી એકઠા કર્યા 40 લાખ રૂપિયા, જાણો આતિશીને કેટલી મળી મદદ?
ચૂંટણીમાં જંગપુરા બેઠક પરથી લડવા માટે ક્રાઉડ ફંડિંગ દ્વારા 40 લાખ રૂપિયાથી વધુ ભંડોળ એકત્ર કર્યું છે
દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા વિધાનસભા ચૂંટણી લડવા માટે ક્રાઉડ ફંડિંગ દ્વારા 40 લાખ રૂપિયા એકત્ર કરનારા પ્રથમ AAP નેતા બન્યા છે. સિસોદિયાએ જણાવ્યું હતું કે તેમણે આગામી વિધાનસભા ચૂંટણીમાં જંગપુરા બેઠક પરથી લડવા માટે ક્રાઉડ ફંડિંગ દ્વારા 40 લાખ રૂપિયાથી વધુ ભંડોળ એકત્ર કર્યું છે.
जंगपुरा से विधानसभा का चुनाव लड़ने के लिए मुझे अधिकतम 40 लाख रुपये की आवश्यकता थी। मुझे बेहद खुशी है कि देशभर से साथियों ने दिल से चंदा देकर मेरा साथ दिया।
— Manish Sisodia (@msisodia) January 14, 2025
331 साथियों के सहयोग से 40 लाख की सहयोग राशि इकट्ठा हो गई है। और खुशी की बात यह है कि देशभर से 50 लोगों ने 100-100 रुपये का… pic.twitter.com/3SDfOAPDt2
સોશિયલ મીડિયા પરની પોતાની પોસ્ટમાં સિસોદિયાએ કહ્યું કે 30 ડિસેમ્બરે શરૂ થયેલા તેમના અભિયાનમાં 331 લોકોએ 100થી 500 રૂપિયાનું યોગદાન આપ્યું હતું.
સિસોદિયાએ કહ્યું હતું કે મને જંગપુરાથી ચૂંટણી લડવા માટે વધુમાં વધુ 40 લાખ રૂપિયાની જરૂર હતી. મને તમને જણાવતા આનંદ થાય છે કે દેશભરના સાથીદારોએ પૂરા દિલથી સહકાર અને સમર્થન આપ્યું છે. 331 સાથીદારોની મદદથી કુલ 40 લાખ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે 50 લોકોએ 100 રૂપિયા અને 36 લોકોએ 500 રૂપિયાનું યોગદાન આપ્યું હતું.
હું આ પૈસાનો ઉપયોગ ખૂબ જ પ્રામાણિકતાથી કરીશ.
તેમણે જનતાને ખાતરી આપી કે આ રકમનો ઉપયોગ સંપૂર્ણ પ્રામાણિકતા અને સખત મહેનત સાથે કરવામાં આવશે. સિસોદિયાએ એવું પણ વચન આપ્યું હતું કે ચૂંટણી જીત્યા પછી તેઓ જંગપુરાના વિકાસ માટે અને દિલ્હીમાં શિક્ષણ ક્રાંતિને આગળ વધારવા માટે કામ કરશે.
સિસોદિયાએ કહ્યું કે તમારી મહેનતથી કમાયેલા પૈસાનો એક-એક પૈસો પ્રામાણિકતા અને મહેનતથી ખર્ચવામાં આવશે. ચૂંટણી જીત્યા પછી હું જંગપુરા માટે કામ કરીશ અને દિલ્હીમાં શિક્ષણ ક્રાંતિને આગળ ધપાવીશ.
આતિશીએ પણ 17 લાખ રૂપિયા એકઠા કર્યા
દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ કાલકાજી બેઠક પરથી ચૂંટણી લડવા માટે 12 જાન્યુઆરીએ ક્રાઉડ ફંડિંગ પ્લેટફોર્મ શરૂ કર્યું હતું. થોડા કલાકોમાં જ 335 સમર્થકોએ 17.38 લાખ રૂપિયાનું યોગદાન આપ્યું હતું. આતિશીએ કહ્યું કે મારા ક્રાઉડ ફંડિંગ અભિયાનને પહેલા જ દિવસે ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. આ AAPના સ્વચ્છ અને પરિવર્તનશીલ રાજકારણમાં જનતાના અતૂટ વિશ્વાસનું પ્રતીક છે.
આ AAP નેતાઓએ પણ મદદ માંગી
સત્યેન્દ્ર જૈન અને દુર્ગેશ પાઠક જેવા આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓએ પણ જનતાની મદદ મેળવવા માટે ક્રાઉડફંડિંગ ઝૂંબેશ શરૂ કરી છે. નોંધનીય છે કે દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે, જ્યારે પરિણામો 8 ફેબ્રુઆરીએ આવશે.
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલ પર ચાલશે કેસ, ગૃહમંત્રાલયે EDને આપી મંજૂરી