શોધખોળ કરો

Marriage : લગ્નમાં હવે મોજથી નાચો, નહીં નડે કોઈ અડચણ, સરકારે આપી રાહત

સરકારે સ્પષ્ટ કર્યું છે કે, ફંક્શનમાં બોલિવૂડ ગીતો વગાડવું એ કોપીરાઈટ કાયદાનું ઉલ્લંઘન નથી.

Copyright Infringement : હોસ્પિટાલિટી ઉદ્યોગ, જે ખાવા-પીવાથી માંડીને ટેન્ટ અને ડીજે સુધીની સુવિધાઓ પૂરી પાડે છે, તેણે સરકારને આ બાબતે સ્પષ્ટ સૂચના જારી કરવાની માંગ કરી હતી. કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) એ અરજી સ્વીકારીને 24 જુલાઈએ સૂચનાઓ જારી કરી હતી. આ સૂચના બાદ કોપીરાઈટ કંપનીઓને કાયદાની બહાર જઈને હોટલ સહિતના અન્ય સ્થળોના સંચાલકો કે આયોજકોને પરેશાન કરવાનો કોઈ અવકાશ રહેશે નહીં. સરકારે સ્પષ્ટ કર્યું છે કે, ફંક્શનમાં બોલિવૂડ ગીતો વગાડવું એ કોપીરાઈટ કાયદાનું ઉલ્લંઘન નથી. 

કોપીરાઈટ કાયદામાં પણ છૂટ મળી

કૉપિરાઇટ કાયદાએ પહેલેથી જ કહ્યું હતું કે, લગ્ન સમારોહમાં ગીતો વગાડવાની છૂટ હશે, પરંતુ કૉપિરાઇટ કંપનીઓ ઘણીવાર આ માટે લાઇસન્સ ફી માંગતી હતી. આ કારણે હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રી વિવાદોમાં ફસાઈ જતી હતી અને તેની ઉપર ખર્ચ પણ વધતો હતો. જેમ કે, ઇવેન્ટ આયોજકો, હોટલ અને આયોજકોને સામાન્ય રીતે કાનૂની વિવાદોનો સામનો કરવો પડતો હતો.

હવે સરકારે પણ સૂચનાઓ જારી કરી 

આ વિવાદોથી કંટાળીને હોસ્પિટાલિટી ઉદ્યોગે સરકારને રાહતની અપીલ કરી હતી. તેના પર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) એ 24 જુલાઈના રોજ જાહેર નોટિસ જારી કરી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે, સામાન્ય લોકો અને ઉદ્યોગને કોપીરાઈટ સોસાયટીઓ તરફથી લગ્ન સમારોહમાં સંગીત વગાડવા માટે પૈસાની માંગણી કરતી ફરિયાદો મળી રહી છે.

જાણો સરકારે સૂચનામાં શું કહ્યું? 

ડીપીઆઈઆઈટીએ નોટિસમાં જણાવ્યું હતું કે, 'આ કોપીરાઈટ એક્ટ 1957ની કલમ 52 (1) (za)માં આપવામાં આવેલા નિર્દેશનું ઉલ્લંઘન છે. કારણ કે, આ કલમ સ્પષ્ટ કરે છે કે, કેન્દ્ર/રાજ્ય સરકાર અથવા કોઈપણ સ્થાનિક સત્તાધિકારી દ્વારા કોઈપણ ધાર્મિક અથવા સત્તાવાર કાર્ય દરમિયાન સાહિત્યિક અથવા નાટકીય રચના અથવા સંગીતને લોકો સુધી વગાડવું અથવા પ્રસારિત કરવું કોપીરાઈટનું ઉલ્લંઘન કરતું નથી. તેમાં લગ્ન સહિતની અન્ય વિધિઓનો પણ સમાવેશ થાય છે, જે આ કલમ હેઠળ ધાર્મિક વિધિઓ હેઠળ ગણવામાં આવે છે.

સરકારે કડક શબ્દોમાં ચેતવણી આપી 

ડીપીઆઈઆઈટીએ તેની નોટિસમાં જણાવ્યું છે કે, કોપીરાઈટ સોસાયટીએ એવું કોઈ પગલું ન ભરવું જોઈએ જે કલમ 52(1)(za) ની વિરુદ્ધ હોય જેથી તેમને કાનૂની કાર્યવાહીનો સામનો ન કરવો પડે. તેમાં ઉમેર્યું હતું કે, 'વધુમાં સામાન્ય જનતાને એવી પણ ચેતવણી આપવામાં આવે છે કે તે વ્યક્તિઓ, સંસ્થાઓ અથવા કૉપિરાઇટ સોસાયટીઓની કોઈપણ બિનજરૂરી માગણીઓ જે કાયદા અનુસાર ન હોય તેને સબમિટ ન કરે.'

સરકારી નિર્દેશનું સ્વાગત 

પૂના હોટેલીયર્સ એસોસિએશનના પ્રમુખ અને અમાનોરા ધ ફર્નના જનરલ મેનેજર અમિત શર્માએ આદેશનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે, લગ્ન અથવા સંબંધિત કાર્યો દરમિયાન ગીત વગાડવા માટે કોઈપણ કોપીરાઈટ સોસાયટીની પરવાનગી લેવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, આ સામાન્ય લોકોથી લઈને હોસ્પિટાલિટી ઉદ્યોગ સુધીના દરેક માટે મોટી રાહત છે. શર્માએ કહ્યું હતું કે, “અમારા યુનિયનના કેટલાક સભ્યો કોલકાતા અને ગુવાહાટી જેવા શહેરોમાં બિનજરૂરી કેસોનો સામનો કરી રહ્યા છે. આશા છે કે, કેન્દ્રના નિર્ણયથી બિનજરૂરી વિવાદો સર્જનારાઓ પર રોક લાગશે અને સામાન્ય લોકોને ખુશી વ્યક્ત કરવામાં કોઈ અડચણ નહીં આવે.

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
RBI ગવર્નરે બેન્કોને કહ્યું-  બેન્કના આ એકાઉન્ટ્સ વિરુદ્ધ કરો કાર્યવાહી
RBI ગવર્નરે બેન્કોને કહ્યું- બેન્કના આ એકાઉન્ટ્સ વિરુદ્ધ કરો કાર્યવાહી
Embed widget