શોધખોળ કરો

નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ

Noida House Fire: નોઇડા કે સેક્ટર-75 સ્થિત આઈવી કાઉન્સીલ સોસાઈટીમાં 12મી માળે એક ફ્લેટમાં ભીષણ આગ લાગી હતી. ફલેટમાં કઇ લોકો હતા કે બહાર નીકળી ગયા હતા તે વિશે હજુ સુધી કોઇ માહિતી મળી નથી

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • નોઇડા સેક્ટર-75ના ફ્લેટમાં 12મા માળે ભીષણ આગ.
  • આગનું કારણ અજાણ, ફાયર બ્રિગેડ કાબૂમાં લઈ રહી છે.
  • આજુબાજુના ફ્લેટ ખાલી કરાયા, જાનહાનિના અહેવાલ નથી.
  • સેક્ટર-52માં બંધ ઓફિસમાં પણ આગ, કોઈ જાનહાનિ નહીં.

Noida House Fire: નોઇડાના સેક્ટર-75 સ્થિત આઈવી કાઉન્ટી સોસાયટીમાં 12મા માળે આવેલા એક ફ્લેટમાં ભીષણ આગ લાગી હતી, જેણે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

દિલ્હી બાદ હવે નજીકના નોઇડામાં પણ ભીષણ આગની ઘટના સામે આવી છે. શુક્રવાર (5 જૂન)ની સવારે સેક્ટર-75 સ્થિત આઈવી કાઉન્ટી સોસાયટીના 12મા માળે આવેલા એક ફ્લેટમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. પ્રાથમિક માહિતી અનુસાર આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હાલ ફાયર બ્રિગેડની ટીમો આગ પર કાબૂ મેળવવા માટે સતત પ્રયાસ કરી રહી છે.

હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે ફ્લેટમાં કેટલા લોકો હાજર હતા અને તેઓ સમયસર બહાર નીકળી શક્યા કે નહીં. આગ ઝડપથી ફેલાતી હોવાથી અગ્નિશામક વિભાગ દ્વારા આસપાસના ફ્લેટો અને ઘરો ખાલી કરાવવામાં આવી રહ્યા છે. આગ નજીકના મકાનો સુધી ન ફેલાય તે માટે ફાયર વિભાગ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યો છે.
જાનહાનિની કોઈ પુષ્ટિ નહીં

આ પણ વાંચો: 'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?

આઈવી કાઉન્ટી સોસાયટી સેક્ટર-113 પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવે છે. હાલમાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર હાજર છે અને રાહત-બચાવ કામગીરીમાં વ્યસ્ત છે. અત્યાર સુધી કોઈ જાનહાનિ થઈ હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી
.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સવારે લગભગ 8 વાગ્યે આગ લાગી હતી. શરૂઆતમાં આગ મર્યાદિત હતી, પરંતુ થોડા જ સમયમાં સમગ્ર ફ્લેટને પોતાની ચપેટમાં લઈ લીધો હતો. ઘટનાસ્થળેથી ઊઠતા કાળા ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા.

સેક્ટર-52ના શતાબ્દી વિહારમાં પણ આગની ઘટના
નોઇડાના સેક્ટર-24 પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સેક્ટર-52ના શતાબ્દી વિહારમાં પણ આગ લાગવાની ઘટના સામે આવી છે. અહીં એક બંધ ઓફિસમાં આગ ભભૂકી હતી. ઓફિસમાંથી ધુમાડો નીકળતો જોઈને રાહદારીઓએ તરત જ ફાયર વિભાગને જાણ કરી હતી.માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. સદનસીબે આ ઘટનામાં પણ કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી સામે આવી નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?
ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget