શોધખોળ કરો

Delhi Fire: દિલ્લીમાં દ્વારકાના ફ્લેટમાં લાગી ભીષણ આગ, પિતાએ 2 બાળકો સાથે લગાવી છલાંગ, ત્રણેયના મોત

Dwarka Fire: દિલ્હીના દ્વારકામાં એક એપાર્ટમેન્ટના ઉપરના માળે ભીષણ આગ લાગી હતી. આગથી ભયભિત પિતા બે બાળકો સાથે ફ્લોર પરથી કૂદી પડ્યા, જેના કારણે ત્રણેયનાં મોત થયા.

Dwarka Fire News: દિલ્હીના એક એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી હતી. આજે (1૦ જૂન) સવારે દ્વારકા સેક્ટર-૧૩ સ્થિત બહુમાળી ઈમારત 'સબાદ એપાર્ટમેન્ટ'ના એક ફ્લેટમાં આગ લાગવાના સમાચારથી હંગામો મચી ગયો હતો. ઈમારતના ઉપરના માળે આવેલા એક ફ્લેટમાં આગ લાગી હતી. આ દરમિયાન એક પિતા અને બે બાળકોએ જીવ બચાવવા માટે ઈમારત પરથી કૂદી પડ્યા હતા, જેના કારણે ત્રણેયના મોત થયા હતા.

આ પહેલા સવારે ૧૦:૦૧ વાગ્યે આગ અંગે ફાયર વિભાગને ફોન કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં એપાર્ટમેન્ટ ઈમારતના ઉપરના માળે આગ ભીષણ રીતે સળગતી જોઈ શકાય છે.

ફાયર વિભાગે આ માહિતી આપી

અગ્નિશામક વિભાગે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને 8 ફાયર ટેન્ડર મોકલવામાં આવ્યા હતા. ફાયર ફાઇટરોએ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબુમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. ફાયર વિભાગે જણાવ્યું હતું કે આગને કાબુમાં લેવાના પ્રયાસો ચાલુ છે અને ઘટનાસ્થળ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

ફાયર વિભાગે કોઈપણ પ્રકારની અફવાઓ ટાળવા અપીલ કરી હતી. બાકીની વિગતો અને આગના કારણ માટે ફાયર વિભાગના સત્તાવાર નિવેદનની રાહ જોવાઈ રહી છે. પ્રાથમિકતાના ધોરણે ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે દ્વારકામાં સ્થિત 'સબાદ એપાર્ટમેન્ટ'માં આગ લાગી હતી, જે MRV સ્કૂલ પાસે આવેલું છે. આ પ્રકારની ઘટનાથી સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જે બિલ્ડિંગમાં આગ લાગી હતી ત્યાં રહેતા તમામ લોકોએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે એપાર્ટમેન્ટ કમિટીના લોકોને આ અંગે જાણ કરવામાં આવી ત્યારે તેમના દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ સમગ્ર મામલામાં બેદરકારી દાખવવામાં આવી હતી.                                                                                                             

ટોપ સ્ટોરી

રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Rain Alert: કાલે દેશના 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ  
Rain Alert: કાલે દેશના 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ  
Viral Video: જંગલમાં નદી કિનારે હિંચકા ખાતા વ્યક્તિ પર અચાનક અજગરે મારી તરાપ, વીડિયો વાયરલ
Viral Video: જંગલમાં નદી કિનારે હિંચકા ખાતા વ્યક્તિ પર અચાનક અજગરે મારી તરાપ, વીડિયો વાયરલ
Weather Update: આગામી 6 દિવસ દેશના આ રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: આગામી 6 દિવસ દેશના આ રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો અપડેટ 

વિડિઓઝ

Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
Embed widget