શોધખોળ કરો

અખિલેશ બાદ હવે માયાવતીએ ATSના ઓપરેશન પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- ચૂંટણી પહેલા જ આવું કેમ થાય છે ?

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ બાદ હવે બસપા સુપ્રીમો માયાવતીએ એટીએસના ઓપરેશન પર સવાલ ઉઠાવ્યા છે.

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ બાદ હવે બસપા સુપ્રીમો માયાવતીએ એટીએસના ઓપરેશન પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું ચૂંટણી પહેલા જ આવું કેમ થાય છે. ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી નજીક આવ્યા પર આ પ્રકારની કાર્યવાહી લોકોના મનમાં શંકા પેદા કરે છે. 

માયાવતીએ ટ્વિટર પર  લખ્યું કે યૂપી પોલીસનું લખનઉમાં આતંકી કાવતરાનો ભાંડાફોન અને આ મામલે ધરપકડ કરવામાં આવેલા બે લોકોના તાર અલકાયદા સાથે જોડાયેલા હોવાનો દાવો જો સાચો હોય તો આ ગંભીર મામલો છે અને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. પરંતુ આમાં કોઈ રાજકારણ  ન થવું જોઈએ જેની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

યુપીની રાજધાની લખનઉમાંથી મોટી માત્રામાં વિસ્ફોટક અને એક પ્રેસર કૂકર બોંબ સાથે 2 આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યાં છે. એટીએસનો દાવો છે કે અલકાયદાના આતંકીઓ લખનઉ અને યુપીના બીજા વિસ્તારોમાં સીરિયલ બ્લાસ્ટ કરવાની તૈયારીમાં હતા. ભાજપના ઘણા નેતાઓ તેમના નિશાન પર હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. એટીએસના સૂત્રો મુજબ, આતંકીઓના નિશાન પર ભાજપના મોટા નેતા હતા. કાકોરી વિસ્તારમાં જે જગ્યાએ ઘર છે તેની નજીકમાં જ ભાજપ સાંસદ કૌશલ કિશોરનું ઘર છે, જેને હાલમાં જ કેંદ્રમાં મંત્રી બનાવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે આ પહેલા કાકોરીની હાજી કોલોનીમાં સૈફુદ્દીન સૈફીને પોલીસે ઠાર કર્યો હતો. માર્ચ 2017માં અંદાજે 12 કલાક સુધી ઓપરેશન ચાલ્યું હતું.

બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું કે ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી નજીક આવ્યા પર જ આ પ્રકારની કાર્યવાહી લોકોના મનમાં શંકા પેદા કરે છે.  જો આ કાર્યવાહી પાછળ સત્ય છે તો પોલીસ આટલા દિવસ સુધી કેમ જાણબહાર હતી. આ એ સવાલ છે જે લોકો પૂછી રહ્યા છે. એટલે સરકાર એવી કોઈ કાર્યવાહી ન કરે જેનાથી જનતા વચ્ચે બેચેની વધે. 

ઉલ્લેખનીય છે કે આ પહેલા કાલે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ધરપકડને લઈ વિવાદિત નિવેદન આપ્યું હતું. અખિલેશે કહ્યું હતું કે તેને યૂપી પોલીસ પર ભરોસો નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?
ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
Embed widget