શોધખોળ કરો
જયલલિતાને હોસ્પિટલમાં મળ્યા વાઈકો, કહ્યું- થઈ રહ્યો છે સ્વાસ્થ્યમાં સુધારો

ચેન્નાઈ: તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાના સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે. શનિવારે એમજીએમકે ચીફ વાઈકોએ ચેન્નાઈમાં આવેલી એપોલો હોસ્પિટલમાં જઈને જયલલિતા સાથે મુલાકાત કરી તેમના ખબર-અંતર પૂછ્યા હતા. મુલાકાત પછી વાઈકોએ જણાવ્યું કે તેમની હાલત બરાબર છે અને ઝડપથી સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો છે. વાઈકોએ કહ્યું કે, કાવેરી મામલા પર તમિલનાડુના લોકોના અધિકાર માટે લડ્યા અને તેઓ સફળ રહ્યા છે. તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતા ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં દાખલ છે. શુક્રવારે તેમને મળવા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સહિત ઘણા નેતા ચેન્નાઈ પહોંચ્યા હતા, અને હોસ્પિટલ જઈને તેમના ખબર- અંતર પૂછ્યા હતા. આ તમામ વાતો વચ્ચે, જયલલિતાના સ્વાસ્થ્યમાં સુધારાની ખબરો વચ્ચે રાજ્યમાં સિયાસી ગતિવિધિઓ પણ ઝડપી થઈ ગઈ છે. રાજ્યમાં બે મંત્રીઓ અને મુખ્ય સચિવે શુક્રવારે રાજ્યપાલ સાથે મુલાકાતા કરી હતી. સૂબેની સિયાસી માટે અંતરિમ મુખ્યમંત્રી અથવા ડેપ્યુટી સીએમની નિયુક્તિને લઈને ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ





















