શોધખોળ કરો
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીને 14 મહિના બાદ મુક્ત કરાયા
પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીને મુક્ત કરવામાં આવ્યા છે.

નવી દિલ્હી: પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીને મુક્ત કરવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદથી તેઓ નજરબંધ હતા. હવે તેમને મુક્ત કરવામાં આવ્યા છે. તેમને 14 મહિના બાદ મુક્ત કરવામાં આવ્યા છે. મહેબૂબા મુફ્તી ગત વર્ષે જમ્મુ કાશ્મીરમાં વિશેષ રાજ્યનો દરજ્જો આપતા અનુચ્છેદ 370 હટાવ્યા બાદ 5 ઓગસ્ટ 2019થી મહેબૂબા મુફ્તી નજરબંધ હતા. થોડા સમય પહેલા છોડી મુકવા માટે તેમણે કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે મંગળવારે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીને છોડવાની માંગની અરજી પર સુનાવણી કરી હતી. મહેબૂબા મુફ્તીની દિકરી ઈલ્તિઝા મુફ્તીએ જન સુરક્ષા અધિનિયમ મુજબ પોતાના માતાને બંદી બનાવવાની વિરૂદ્ધ દાખલ અરજીમાં સંશોધન માટે સુપ્રીમ કોર્ટને આગ્રહ કર્યો હતો. જેના પર સુનાવણી કરતા કોર્ટે જમ્મુ કાશ્મીર પ્રશાસન પાસે જવાબ માંગ્યો હતો. પુછ્યું હતું કે પબ્લિક સેફ્ટી એક્ટ મુજબ વધારેમાં વધારે કેટલી અટકાયત થઈ શકે ? મહેબૂબાને કેટલા સમયથી અટકાયતમાં રાખવામાં આવશે? સુપ્રીમ કોર્ટે કહ્યું નજરબંધી હંમેશા માટે ન થઈ શકે. જ્યારે સુપ્રીમ કોર્ટે ઈલ્તિઝા મુફ્તી, તેના કાકાને તેમના માતા મહબૂબા મુફ્તીને મળવાની મંજૂરી આપી દિધી હતી.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ





















