શોધખોળ કરો
લોકડાઉન: દેશભરમાં NEET અને JEEની પરીક્ષા સ્થગિત, મેં મહિનાના અંતમાં લેવાશે
માનવ સંસાધન અને વિકાસ મંત્રી રમેશ પોખરિયલ નિશંકે જણાવ્યું હતું કે, (NEET) 2020, જે 3 મેના રોજ યોજાવાની હતી, હવે મેના અંતિમ સપ્તાહ સુધી મુલતવી રાખવામાં આવી છે

નવી દિલ્હી: કોરના વાયરસના ખતરાને લઈ દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. એવામાં NEET(યૂજી) અને JEE (મેઈન) ની પરીક્ષા પણ સ્થગતિ કરવામાં આવી છે. હવે આ પરીક્ષા આગામી મે મહિનાના અંતમાં લેવાશે તેવી સરકારે જાહેરાત કરી છે. એચઆરડી મંત્રી રમેશ પોખરિયલ નિશંકે ટ્વીટમાં લખ્યું છે કે, માતા-પિતા અને વિદ્યાર્થીઓએ કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે વિવિધ પરીક્ષા કેન્દ્રો પર જવું પડે છે, મેં મે મહિનાના છેલ્લા અઠવાડિયા સુધી NEET (UG) 2020 અને JEE (મુખ્ય) પરીક્ષા મુલતવી રાખવાની (NTA)ને નિર્દેશ કર્યો છે. માનવ સંસાધન અને વિકાસ મંત્રી રમેશ પોખરિયલ નિશંકે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, (NEET) 2020, જે 3 મેના રોજ યોજાવાની હતી, હવે મેના અંતિમ સપ્તાહ સુધી મુલતવી રાખવામાં આવી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, જેઇઇ મેઈન પણ ગત સપ્તાહે મે મહિનામાં લેવામાં આવશે. દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 863 થઈ ગઈ છે. કોરોના વાયરસનો સૌથી વધુ પ્રકોપ કેરળમાં છે. અહીં 176 દર્દીઓ નોંધાયા છે.
વધુ વાંચો





















