(Source: ECI/ABP News/ABP Majha)
MIB Guidelines: સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરને સરકારે આપી ચેતવણી, કહ્યું, ઓનલાઈન સટ્ટાબાજીને ન કરો પ્રમોટ
MIB Guidelines: માહિતી અને પ્રસારણ મંત્રાલયે ગુરુવારે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરને માટે એક ચેતવણી જાહેર કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે,ઓફશોર ઓનલાઈન સટ્ટાબાજી અને જુગાર પ્લેટફોર્મના પ્રમોશનથી દૂર રહેવું.
MIB Guidelines: માહિતી અને પ્રસારણ મંત્રાલયે ગુરુવારે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરને માટે એક ચેતવણી જાહેર કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે,ઓફશોર ઓનલાઈન સટ્ટાબાજી અને જુગાર પ્લેટફોર્મના પ્રમોશનથી દૂર રહેવું. મંત્રાલયે જણાવ્યું હતું કે આ જાહેરાતોથી ગ્રાહકો, ખાસ કરીને યુવાનો અને ઓનલાઈન સટ્ટાબાજી સાથે જોડાયેલા મહત્વપૂર્ણ નાણાકીય અને સામાજિક-આર્થિક પર અસર કરે છે.
Ministry of Information and Broadcasting cautions social media influencers against endorsing offshore online betting and gambling platforms. pic.twitter.com/BUAMsPFd6S
— ANI (@ANI) March 21, 2024
મંત્રાલયે ઓનલાઈન એડવર્ટાઈઝિંગ મધ્યસ્થીઓને ભારતીય પ્રેક્ષકોને આવી સામગ્રીને લક્ષ્ય ન બનાવવાની પણ સલાહ આપી છે. નિવેદનમાં જણાવાયું છે કે, સોશિયલ મીડિયા મધ્યસ્થીઓને પણ સલાહ આપવામાં આવી છે કે તેઓ તેમના યૂઝર્સ સામે આવી સામગ્રી પ્રકાશિત કરવાનું ટાળવા માટે સંવેદનશીલતાના પ્રયાસો હાથ ધરે. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મંત્રાલયે ઓનલાઈન એડવર્ટાઈઝિંગ મધ્યસ્થીઓને સલાહ આપી છે કે તેઓ આવી પ્રમોશનલ સામગ્રી વડે ભારતીય પ્રેક્ષકોને ટાર્ગેટ ન કરે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા મધ્યસ્થીઓને પણ સલાહ આપવામાં આવી છે કે તેઓ યુઝર્સમાં આવી સામગ્રી સામે જાગૃતિ ફેલાવે.
એડવાઈઝરીમાં જણાવાયું છે કે જ્યારે આઈટી એક્ટ, 2000 ની કલમ 79 તૃતીય પક્ષની માહિતી, ડેટા અથવા તેમના દ્વારા ઉપલબ્ધ કે હોસ્ટ કરવામાં આવેલ સંચાર લિંક માટે માધ્યમોની જવાબદારીમાંથી મુક્ત કરે છે, તો પેટા-કલમ (3)(બી) જણાવે છે કે જવાબદારીમાંથી મુક્તિ ત્યારે લાગું નહી થાય જો વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત થવા પર અથવા ઉપયુક્ત સરકાર અથવા તેની એજન્સી દ્વારા સુચિત કરવાની જાણકારી, ડેટા અથવા સંચાર લિંકનો ઉપયોગ કરીને ગુનો કરવાનું કહેવામાં આવ્યું હોય.
મંત્રાલયે કહ્યું છે કે આ જાહેરાતો અને સટ્ટાબાજી અને જુગારથી ગ્રાહકો, ખાસ કરીને યુવાનો પર પ્રતિકૂળ સામાજિક-આર્થિક અસર પડે છે. મંત્રાલયે ઓનલાઈન એડવર્ટાઈઝીંગ મધ્યસ્થીઓને સલાહ આપી છે કે તેઓ ભારતીય પ્રેક્ષકોને લક્ષ્યમાં રાખીને આવી પ્રમોશનલ સામગ્રીનો પ્રચાર ન કરે. સોશિયલ મીડિયાના મધ્યસ્થીઓને પણ આ દિશામાં જાગૃતિ વધારવા માટે કામ કરવાની સલાહ આપવામાં આવી છે. સરકારે ચેતવણી આપી છે કે જેઓ એડવાઈઝરીને અનુસરતા નથી તેઓની સામે ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 ની જોગવાઈઓ હેઠળ પગલાં લેવામાં આવી શકે છે, જેમાં સોશિયલ મીડિયા પોસ્ટ અથવા એકાઉન્ટ્સને દૂર કરવા અથવા નિષ્ક્રિય કરવા અને લાગુ કાયદા હેઠળ દંડાત્મક પગલાંનો સમાવેશ થાય છે.