શોધખોળ કરો
Advertisement
કેન્દ્રિય કર્મચારીઓના પેન્શનમાં વધારો, જાણો ઓછામાં ઓછું કેટલું મળશે
નવી દિલ્લી: કેંન્દ્ર સરકારના નિવૃત્ત કર્મચારિઓને હવે ઓછામાં ઓછુ રૂપિયા 9000 પેનશન મળશે. 7માં વેતન પંચની ભલામણ પછી નિવૃત કેંન્દ્ર સરકારના કર્મચારિઓની પેન્શનમાં 157.14 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. પહેલા લઘુતમ પેન્શન 3,500 રૂપિયા હતી. પર્સનલ, પબ્લિક ગ્રીવીનેન્સ એન્ડ પેન્શન મંત્રાલયે જાહેરાત કરી હતી કે પેન્શનરો માટે વેતન પંચના પેનલની ભલામણો સ્વીકાર કરવામાં આવી છે.
ગ્રેચ્યુઈટીની અધિકતમર્યાદા પણ હાલના 10 લાખથી વધારીને 25 લાખ કરવામાં આવી છે. વેતન પંચે ગ્રેચ્યુઈટીની અધિકતમમર્યાદા 25 ટકા ત્યારે જ વધારી શકાય છે, જ્યારે મોંઘવારી ભથ્થું 50 ટકા વધારવામાં આવે એ વાતની પણ ભલામણ કરી હતી, જેને સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવી.દેશમાં 58 લાખ સરકારી પેન્શનરો છે.
સૌથી ઓછી મળતી પેન્શનની રકમ રૂપિયા 9000 અને સૌથી વધારે મળતી પેન્શન રકમ રૂપિયા 1,25000 છે, જે સરકારી કર્મચારિઓને આપાતી સૌથી વધારે પગારની 50 ટકા છે. મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક આદેશ અનુસાર સરકારમાં 1 જનવરી, 2016 બાદ સૌથી વધારે આપાતા પગારની રકમ 2,50000 રૂપિયા છે. નિવૃત્તિ ગ્રેચ્યુઈટી અને મૃત્યુ ગ્રેચ્યુઈટી વધારીને 20 લાખ કરવામાં આવશે, એવું મંત્રાલયના ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે.
નાગરિક અને સંરક્ષણ દળોના કર્મચારિઓના વળતરમાં નોંધપાત્ર વધારો કરીને તે રકમ તેમના પરિજનોને આપવામાં આવશે. 10 લાખથી વધારીને 25 લાખ કરવામાં આવેલી રકમ ડ્યુટી કરતી વખતે કોઈ હિંસા કે અકસ્માતમાં મોત થશે તો એવા કેસમાં આપવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement