શોધખોળ કરો
સેક્સ CDકાંડમાં સંડોવાયેલા સંદીપ કુમારને ‘AAP’માંથી હાંકી કઢાયા

નવી દિલ્લી: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે સીડીમાં એક મહિલાની સાથે ‘આપત્તિજનક સ્થિતિ’માં નજરે પડનાર મંત્રી સંદીપ કુમારને સસ્પેન્ડ કરી દીધા હતા. તેમને મહિલા અને બાલ વિકાસ મંત્રી પદથી પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પાર્ટીની ઉચ્ચ સ્તરીય બેઠકમાં વરિષ્ઠ નેતા હાજર રહ્યા હતા. અને તેમને ચાર દિવસ પછી 36 વર્ષીય નેતાને પાર્ટીની પ્રાથમિક સભ્યતાથી સસ્પેંડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ કહ્યું, પાર્ટી આ કદમ ઉઠાવી રહી છે. સંદીપે જે કર્યું તે ખોટું છે અને જેથી પાર્ટીની સભ્યતાથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અનુશાસન સમિતિને રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો છે અને તેમનો જે પણ નિર્ણય હશે, પાર્ટી તેનું પાલન કરશે. પાર્ટી નેતા આશુતોષે ટ્વિટ કરી સંદીપનો બચાવ કરવાના સવાલ પર તેમને કહ્યું, ‘આ તેમની ખાનગી રાય છે પરંતુ પાર્ટી તેમને લઈને સ્પષ્ટ છે. આપમાં ચરિત્ર, ભ્રષ્ટાચાર અને ગુના સંબંધિત કોઈ પણ આરોપોને સહન કરવામાં આવશે નહીં, જો આવો કોઈ આરોપ મારા પર લાગ્યો તો, આ કદમ ઉઠાવવા આવશે, જે સંદીપ વિરુદ્ધ ઉઠાવવામાં આવ્યા છે. સૂત્રો અનુસાર કેજરીવાલ ગઈકાલે વેટિકન સિટી રવાના થયા પહેલા સંદીપને સસ્પેંડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કેજરીવાલ ત્યાં મદર ટેરેસાને સંતની ઉપાધિ આપવા વાળા સમારોહમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે.
વધુ વાંચો






















