શોધખોળ કરો
Advertisement
મોદી સરકારના વધુ એક મંત્રી થયા કોરોનાથી સંક્રમિત, જાણો વિગત
હરિયાણામાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, વિધાનસભા અધ્યક્ષ જ્ઞાન ચંદ ગુપ્તા અને પરિવહન મંત્રી મૂલચંદ શર્મા, કૃષિ મંત્રી જેપી દલાલ સહિત આશરે આઠ ધારાસભ્યો સંક્રમિત થયા છે.
નવી દિલ્હીઃ મોદી સરકારના વધુ એક મંત્રીને કોરોના થયો છે. ફરીદાબાદથી લોકસભા સાંસદ અને મોદી સરકારમાં સામાજિક ન્યાય અને એમ્પાવરમેન્ટ રાજ્યમંત્રી કૃષ્ણપાલ ગુર્જર પણ કોરોનાથી સંક્રમિત થયા છે. તેમણે ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી.
ગુર્જરે ટ્વિટ કરીને લખ્યું, સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીને ગંભીરતાથી લેતા મે કોરોના ટેસ્ટ કરાવ્યો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડોક્ટરો સાથે ચર્ચા બાદ હવે સારવાર ચાલુ થશે. જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા છે, મહેરબાની કરીને ગંભીરતાથી લઈને પોતાનો કોરોના ટેસ્ટ કરાવે.
હરિયાણામાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, વિધાનસભા અધ્યક્ષ જ્ઞાન ચંદ ગુપ્તા અને પરિવહન મંત્રી મૂલચંદ શર્મા, કૃષિ મંત્રી જેપી દલાલ સહિત આશરે આઠ ધારાસભ્યો સંક્રમિત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 75,760 નવા દર્દી સામે આવ્યા છે અને 1023 લોકોના મોત થયા છ. આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 33,10,235 પર પહોંચી છે. જેમાંથી 7,25,991 એક્ટિવ કેસ છે અને 25,23,772 લોકો સાજા થઈ ગયા છે. કુલ મૃત્યુઆંક 60,472 પર પહોંચ્યો છે.
દેશમાં મૃત્યુ દર અને એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મૃત્યુદર ઘટીને 182 ટકા થયો છે. આ ઉપરાંત એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટીને 22 ટકા થઈ છે. જ્યારે રિકવરી રેટ 76 ટકા થયો છે. ભારતમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે.
ભારતીય વૈજ્ઞાનિકોએ N-95 માસ્કને લઈ કર્યો નવો દાવો, ISRO એ પણ કર્યુ સમર્થન
હવે કોહલીએ આપ્યા સારા સમાચાર, અનુષ્કા પણ છે પ્રેગનન્ટ, જાણો ક્યારે આપશે બાળકને જન્મ ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement