શોધખોળ કરો
આંધ્રમાં ક્યા પ્રાણીના માંસનો સેક્સ પાવર વધારવા ન્યુ વિયાગ્રા તરીકે ઉપયોગ ? જાણો કેવા ઉંચા ભાવમાં વેચાય છે ?
પશુ સંરક્ષણ કાર્યકર્તાઓ મુજબ, ગધેડાને ગેરકાયદેસર રીતે મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ જેવા રાજ્યોમાં લાવવામાં આવીને ચોરી છુપીથી કૃષ્ણા, પશ્ચિમ ગોદાવરી, ગંટૂરમાં વેચવામાં આવી રહ્યા છે.
![આંધ્રમાં ક્યા પ્રાણીના માંસનો સેક્સ પાવર વધારવા ન્યુ વિયાગ્રા તરીકે ઉપયોગ ? જાણો કેવા ઉંચા ભાવમાં વેચાય છે ? misconceptions such as donkey meat curing aphrodisiac in Andhra Pradesh આંધ્રમાં ક્યા પ્રાણીના માંસનો સેક્સ પાવર વધારવા ન્યુ વિયાગ્રા તરીકે ઉપયોગ ? જાણો કેવા ઉંચા ભાવમાં વેચાય છે ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/03/08120753/couple.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
(પ્રતીકાત્મક તસવીર)
હૈદરાબાદઃ ગધેડાનું માંસ આંધ્ર પ્રદેશમાં નવું વાયગ્રા બની ગયું છે. રજ્યમાં ગધેડાના માંસનો ગેરકાયદેસર કારોબાર ફૂલ્યો ફાલ્યો છે. ગધેડીનું દૂધ ગાય, ભેંસ અને બકરીના દૂધની તુલનામાં મોંઘુ વેચાઈ રહ્યું છે. કેટલાક લોકોનું માનવું છે કે ગધેડાનું માંસ યૌન ક્ષમતા વધારી શકે છે અને અસ્થમા જેવી બીમારીમાં પણ અસરકારક સાબિત થાય છે.
પશુ સંરક્ષણ કાર્યકર્તાઓ મુજબ, ગધેડાને ગેરકાયદેસર રીતે મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ જેવા રાજ્યોમાં લાવવામાં આવીને ચોરી છુપીથી કૃષ્ણા, પશ્ચિમ ગોદાવરી, ગંટૂરમાં વેચવામાં આવી રહ્યા છે. ગધેડાનું માંસ 600 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. સ્થાનિક ભાષામાં ગધેડાના માંસને પોપી નામથી ઓળખવામાં આવે છે. પશુ કલ્યાણ કાર્યકર્તા ગોપાલ સુરબથુલાએ મનીડિયાને જણાવ્યું, માંસનું બજાર ગુરુવાર અને રવિવારે ભરાય છે. દરરોજ 100 ગધેડાની કતલ થઈ રહી છે.
આંધ્રપ્રદેશ, તેલંગણા અને કર્ણાટક જેવા રાજ્યોના વિવિધ અધિકારીએ 2017 અને 2018માં પણ ગધેડાના ગેરકાયદેસર કારોબારને લઇ ચિંતા વ્યક્ત કરી ચુક્યા છે. કેટલાક પશુ અધિકાર કાર્યકર્તાઓના કહેવા મુજબ, ભારતમાં ગધેડાનું માંસ ખાવાની પરંપરા આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લાથી થઈ હતી.
ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ લોર્ડ્ઝના બદલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે ? જાણો શું છે કારણ ?
બુમરાહ સાથે લગ્નની અટકળો દરમિયાનન એક્ટ્રેસે પોસ્ટ કરીને શું કહ્યું ? જાણીને ચોંકી જશો
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી 2022ના બદલે વહેલી યોજાઈ શકે, રૂપાણી સરકારના ક્યા મંત્રીએ કરી આ વાત ? શું છે કારણ ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
ઓટો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)