Covid 19 Vaccine Mixing: કોવિશીલ્ડ અને કોવેક્સિનને મિક્સ કરીને બનાવેલી રસીનું કેવું મળ્યું પરિણામ ? જાણો ICMRએ શું કહ્યું
દેશમાં અત્યાર સુધીમાં કુલ 50 કરોડ 68 લાખ 10 હજારથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાંથી ગઈકાલે જ 55,91,657 લોકોને રસીના ડોઝ અપાયા હતા.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે અને રસીકરણ પણ ઝડપથી થઈ રહ્યું છે. આ દરમિયાન આઈસીએમઆર દ્વારા કોવિશીલ્ડ અને કોવેક્સિનને મિક્સ કરીને કોવિડ રસીનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જેને લઈ આજે આઈસીએમઆરે જણાવ્યું કે, બંને રસીને ભેગી કરીને આપવામાં આવતી રસીનું સારી પરિણામ મળી રહ્યું છે.
અભ્યાસ મુજબ એડેનોવાયરસ વેક્ટર પ્લેટફોર્મ આધારિત રસીના સંયોજન સાથે રસીકરણ પછી નિષ્ક્રિય સમગ્ર વાયરસ રસી માત્ર સલામત જ નથી પણ સારી રોગપ્રતિકારક શક્તિ પણ વિકસી છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 50 કરોડ 68 લાખ 10 હજારથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાંથી ગઈકાલે જ 55,91,657 લોકોને રસીના ડોઝ અપાયા હતા.
Study on mixing & matching of COVID vaccines, Covaxin&Covishield shows better result: ICMR
— ANI (@ANI) August 8, 2021
Immunization with combination of an adenovirus vector platform-based vaccine followed by inactivated whole virus vaccine was not only safe but also elicited better immunogenicity: Study pic.twitter.com/wDVZ6Q2TvU
દેશમાં કોરોનાની સ્થિતિ
ભારતમાં કોરોનાની બીજી લહેરનું સંકટ હજુ પણ યથાવત છે. રવિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 39,700 નવા કેસ નોંધાયા હતા અને 43,910 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જય્રે 491 લોકોના મોત થયા હતા. ગઈકાલે 617 લોકોના મોત થયા હતા. આમ બે દિવસમાં 1108 લોકોના મોત થયા છે.
- કુલ કેસઃ 3,19,34,455
- એક્ટિવ કેસઃ 4,06,822
- કુલ રિકવરીઃ 3,10,99,7711
- કુલ મોતઃ 4,27,862
ગુજરાતમાં 887 ગામડામાં 100 ટકા રસીકરણ
ગુજરાતને કોરોનામુક્ત બનાવવા રાજ્ય સરકારે રસીકરણને વેગવંતુ બનાવવા પ્રયાસો હાથ ધર્યા છે. અત્યાર સુધી ત્રણેક કરોડ થી વધુ લોકોને રસી અપાઇ ચૂકી છે.જોકે, શહેરીજનો કરતાં ય ગામડાના લોકોએ લોકજાગૃતિના દર્શન કરાવ્યા છે કેમકે, ગુજરાતમાં 887 ગામડાઓ એવા છે જયાં 100 ટકા રસીકરણ થયુ છે. આ ગામડાઓમાં તમામ ગ્રામજનોએ રસી લઇ લીધી છે. ગુજરાતમાં અત્યાર સુધી 3,44, 19,588 લોકોને કોરોનાની રસી અપાઇ છે. હવે લોકોમાં આરોગ્ય પ્રત્યેની જાગૃતિ કેળવાતાં રસીકરણને વેગ મળ્યો છે. આરોગ્ય વિભાગના સૂત્રોના મતે, ગુજરાતમાં કુલ 887 ગામડાઓમાં 100 ટકા રસીકરણ થયુ છે. સાબરકાંઠા જિલ્લો મોખરે રહ્યુ છે કેમકે, આ જિલ્લામાં 86 ગામડાઓમાં 100 ટકા રસીકરણ થયુ છે.આ ઉપરાંત ગાંધીનગર જિલ્લાના 59, ભાવનગર જિલ્લાના 56, જામનગર જિલ્લાના 52, અમદાવાદ જિલ્લાના 43, છોટા ઉદેપુર જિલ્લાના 51, વડોદરા જિલ્લાના 37, અરવલ્લી જિલ્લાના 38 ગામડાઓ એવા છે જયાં બધાય લોકોએ રસી લઇ લીધી છે. નોંધનીય છેેકે, સફળ પાંચ વર્ષ પૂર્ણ થતા રૂપાણી સરકારે નવ દિવસ વિવિધ કાર્યક્રમ આયોજિત કર્યા છે જેમાં જે ગામમાં 100 ટકા રસીકરણ થયુ છે તે ગામના સરપંચોનુ ય સરકાર વતી સન્માન કરાયુ છે. જોકે, ડાંગ, મોરબી, દાહોદ, તાપી, ખેડા, પાટણ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, આણંદ, નર્મદા સહિતના જિલ્લાઓ 100 ટકા રસીકરણમાં ખૂબ જ પાછળ રહ્યા છે