શોધખોળ કરો
Advertisement
કોરોનાના કેસ વધતા દેશમા આ જગ્યાએ આજથી એક અઠવાડિયાનું લાદવામાં આવ્યું લોકડાઉન, જાણો વિગતે
રાજ્ય સરકારે નોટિફિકેશન બહાર પાડીને જણાવ્યું કે, સ્વાસ્થ્ય મંત્રી અને ગૃહ મંત્રીની અધ્યક્ષતામાં એક ઇમરજન્સી બેઠકમાં સીએમની મંજૂરી મળ્યા બાદ આઇઝોલ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લોકડાઉન લાદવાનો નિર્ણય લેવાયો છે.
આઈઝોલઃ કોરનાના વધતા સંક્રમણને જોતાં મિઝોરમની રાજધાની આઈઝોલના મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આજે સવારે 4.30થી લઈ 3 નવેમ્બર સવારે 4.30 કલાક સુઝી લોકડાઉન લગાવવામાં આવ્યું છે. તંત્ર દ્વારા નિવેદન બહાર પાડીને જણાવાયું કે, આ નિર્ણય રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી અને ગૃહ મંત્રી સાથે એક ઇમરજન્સી મીટિંગ કરીને લેવામાં આવ્યો છે.
રાજ્ય સરકારે નોટિફિકેશન બહાર પાડીને જણાવ્યું કે, સ્વાસ્થ્ય મંત્રી અને ગૃહ મંત્રીની અધ્યક્ષતામાં એક ઇમરજન્સી બેઠકમાં સીએમની મંજૂરી મળ્યા બાદ આઇઝોલ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લોકડાઉન લાદવાનો નિર્ણય લેવાયો છે. લોકાડાઉન મંગળવારે સવારે 4.30 વાગ્યાથી લઈ 3 નવેમ્બર સવારે 4.30 સુધી અમલી રહેશે.
આ પહેલા રાજ્ય સરકારે અનલોક બાદ ખોલવામાં આવેલી સ્કૂલોને ફરીથી બંધ કરવાનો નિર્ણય લીધો હતો. મિઝોરમમાં અત્યાર સુધી કોરોના વાયરસથી એક પણ મોત થયું નથી. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે હાલ રાજ્યમાં કોરોનાના 315 એક્ટિવ કેસ છે અને 2,212 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 79 લાખને પાર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 36,469 નવા કોવિડ કેસ અને 488 લોકોના મોત થયા છે. કોરોનાથી દેશમાં કુલ મૃત્યુઆંક 1,19,502 પર પહોંચ્યો છે. દેશમાં હાલ 6,25,857 એક્ટિવ કેસ છે અને 71,01,070 લોકો કોરોના સામે જંગ જીતી ચૂક્યા છે. દેશમાં કોરોનાથી સંક્રમિતોની સંખ્યા 79,46,429 પર પહોંચી છે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં આ ખેલાડીને સામેલ ન કરવા પર ભડક્યો હરભજન સિંહ, ટ્વિટ કરીને કહી આ મોટી વાત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ગાંધીનગર
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion