શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મોદી સરકાર પ્રધાનમંત્રી કન્યા વિવાહ યોજના હેઠળ દરેક છોકરીને લગ્ન માટે આપે છે 40 હજાર રૂપિયાની મદદ ? જાણો શું છે હકીકત ?
પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે.
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણી વખત ભ્રામક સૂચનાઓ વાયરલ થતી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી એક યૂટ્યૂબ વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, કેન્દ્ર સરકાર ‘પ્રધાનમંત્રી કન્યા વિવાહ યોજના’ અંતર્ગત છોકરીઓને વિવાહ માટે 40,000 રૂપિયા સુધીની રકમ આપી રહી છે. જોકે આ દાવાનું જ્યારે PIBએ Fact Check કર્યું તો ખબર પડી કે દાવો ખોટો છે.
PIB Fact Checkએ સ્પષ્ટ કહ્યું છે કે, આ દાવો ખોટો છે. કેન્દ્ર સરકાર તરફથી આવી કોઈ યોજના નથી. ટ્વીટ અનુસાર એક YouTube વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે, કેન્દ્ર સરકાર ‘પ્રધાનમંત્રી કન્યા વિવાહ યોજના’ અંતર્ગત દીકરીઓને તેમના વિવાહ માટે 40,000 રૂપિયા સુધીની રકમ આપી રહી છે. જોકે પીઆઈબીએ કહ્યું કે, આ દાવો ખોટો છે. કેન્દ્ર સરકાર આવી કોઈ યોજના નથી ચલાવી રહી.
નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.दावा: #Youtube पर एक वीडियो में यह दावा किया जा रहा है कि केंद्र सरकार ‘प्रधानमंत्री कन्या विवाह योजना’ के तहत बेटियों को उनके विवाह के लिए ₹40,000 तक की धनराशि दे रही है।#PIBFactCheck: यह दावा फर्जी है। केंद्र सरकार द्वारा ऐसी कोई योजना नहीं चलाई जा रही है। pic.twitter.com/P7gvmDKFJr
— PIB Fact Check (@PIBFactCheck) October 31, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
દેશ
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion