શોધખોળ કરો
મોદી સરકારે ક્યા સરકારી કર્મચારીઓના પગારમાં કર્યો વધારો ? આ વર્ષના એપ્રિલથી જ મળશે પગાર વધારો
નવા વર્ષમાં સરકારી બેંક કર્મચારીના મોંઘવારી ભથ્થામાં 3.3 ટકાનો વધારો જોવા મળ્યો છે.
![મોદી સરકારે ક્યા સરકારી કર્મચારીઓના પગારમાં કર્યો વધારો ? આ વર્ષના એપ્રિલથી જ મળશે પગાર વધારો Modi government has increased the salaries of which government employees? Salary increase will be available from April this year મોદી સરકારે ક્યા સરકારી કર્મચારીઓના પગારમાં કર્યો વધારો ? આ વર્ષના એપ્રિલથી જ મળશે પગાર વધારો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/01180628/note-money.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ નવા વર્ષે સરકારી બેંકના કર્મચારીઓ માટે ખુશખબર આવ્યા છે. આ બેંક કર્મચારીઓના પગારમાં વધારો થવાનો છે. કોરોના મહામારી દરમિયાન બેંક કર્મચારી સંઘ (AIBEA)અને ભારીય બેંક સંઘ (IBA) ની વચ્ચે 15 ટકા પગાર વધારાને લઈને સમજૂતી તઈ હતી. જે દરમિયાન સરકારી બેંક કર્મચારીઓને ફેબ્રુઆરી મહિનાથી લઈને એપ્રિલ મહિના સુધી પગારમાં 3.3 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.
સરકારી બેંક કર્મચારીઓના પગારમાં 3.3 ટકાનો વધારો થયો છે. ઇન્ડિયન બેંક એસોસિએશને આ વાતને મંજૂરી આપી દીધી છે. તમને જણાવીએ કે, આ સરકારી બેંક કર્મચારીઓને વિતેલા ક્વાર્ટરમાં મોંઘવારી ભથ્થુ 341 સ્લેબ હતું જે હવે નવા વર્ષ 2021માં 374 સ્લેબ થઈ ગયું છે.
નવા વર્ષમાં સરકારી બેંક કર્મચારીના મોંઘવારી ભથ્થામાં 3.3 ટકાનો વધારો જોવા મળ્યો છે. SBI POના શરૂઆતી બેઝિક 27000 રૂપિયા હોય છે. DAમાં 3.3%ના વધારા સાથે સેલરી લગભગ 900 રૂપિયા મહિના વધશે. એમાં 4 ઇન્ક્રીમેન્ટ પણ જોડાશે. પ્રમોશન પછી વધુ બેઝિક 42000 રૂપિયા સુધી જતું રહે છે. એટલું બેઝિક મેળવવા માટે POની સેલરીમાં લગભગ 1386 રૂપિયા ફરક પડશે. ત્યાં જ ઉપરના અધિકારી સેલરીમાં હજારો રૂપિયાનો વધારો થયો છે.
કોરોના મહામારી બેંક કર્મચારીઓ માટે સુખદ સાબિત થઈ છે. આ મહામારી દરમિયાન બેંક કર્મચારી સંઘ અને ભારતીય બેંક સંઘની વચ્ચે આ વાતને લઈને સમજૂતી થઈ હતી. ત્યાર બાદ આ નિર્ણયને ઇન્ડિયન બેંક એસોસિએશને મંજૂરી આપી હતી. હવે બેંક કર્મચારીઓને 30 મહિનાનું એરિયર પણ મળશે. કરાર મુજબ પગાર અને ભથ્થુંમાં વાર્ષિક 15% વધારો 31 માર્ચ 2017ના પગારના આધારે થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)