મોદી સરકાર PM લાડલી યોજના હેઠળ દરેક દીકરીને આપી રહી છે 1.60 લાખ રૂપિયા ? જાણો મોદી સરકારે શું કહ્યું ?
આ વીડિયો જોઈને લોકો સમજી શકતા નથી કે સત્ય શું છે. કેટલાક લોકોએ તેને સાચી ગણીને તપાસ શરૂ કરી છે.
એવા કેટલાય સમાચાર દરરોજ સોશિયલ મીડિયા અને યુ ટ્યુબ પર બતાવવામાં આવે છે. જેને જોઈને લોકો મૂંઝવણમાં મુકાઈ જાય છે. કેટલાક તો તથ્યોની તપાસ કર્યા વિના જ તેને સાચા માની લે છે. જ્યારે તે સમાચારનું સત્ય કંઈક બીજું જ છે. અત્યારે એક યુટ્યુબ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકારે પીએમ લાડલી યોજના શરૂ કરી છે. લાડલી યોજના હેઠળ 1,60, 000 રૂપિયાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
આ યોજના હેઠળ છોકરીઓને 1.6 લાખ રૂપિયા આપવામાં આવી રહ્યા છે. આ વીડિયો જોઈને લોકો સમજી શકતા નથી કે સત્ય શું છે. કેટલાક લોકોએ તેને સાચી ગણીને તપાસ શરૂ કરી છે. જેથી આટલી મોટી રકમ તેમના ઘરે પણ આવી શકે. કેટલાકે તો દીકરી થવા પર આટલી મોટી રકમ મેળવવાનું સપનું પણ જોવાનું શરૂ કરી દીધું છે.
પરંતુ આ સમાચારનું સત્ય કંઈક બીજું જ છે. કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં નથી આવતી. આ સમાચારની તપાસ પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા કરવામાં આવી હતી. તેને જાણવા મળ્યું કે આ ફેક ન્યૂઝ છે.
PIB ના ફેક્ટ ચેકે જણાવ્યું કે, '#YouTube વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર દ્વારા PM લાડલી લક્ષ્મી યોજના હેઠળ તમામ દીકરીઓને 1,60,000ની રોકડ રકમ આપવામાં આવી રહી છે. #PIBFactCheck આ દાવો ખોટો છે. કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી.
एक #YouTube वीडियो में दावा किया जा रहा है कि केंद्र सरकार द्वारा PM लाड़ली लक्ष्मी योजना के तहत सभी बेटियों को ₹1,60,000 की नगद राशि दी जा रही है। #PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) August 26, 2021
▶️यह दावा #फ़र्ज़ी है।
▶️केंद्र सरकार द्वारा ऐसी कोई योजना नहीं चलाई जा रही है। pic.twitter.com/2zMaqJizsq
નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.