શોધખોળ કરો
Advertisement
મોદી સરકાર મૂવી થીયેટર-મલ્ટિપ્લેક્સ ખોલવા તૈયાર પણ જાણો શું પડી મડાગાંઠ ? મલ્ટિપ્લેક્સ માલિકો કેમ ખોલવા નથી તૈયાર ?
સરકારના આ નિર્ણયથી થીયેટર માલિકો નારાજ જોવા મળી રહ્યા છે. સંચાલકો 50 ટકા સીટ સાથે થીયેટર ચલાવવા માગે છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કહેલની વચ્ચે અનલોક-2 આગમી 31 જુલાઈએ પૂરું થઈ રહ્યું છે અને હવે અનલોક-3ની તૈયારી ચાલીરહી છે. અનલોક-3માં જીમ અને થીયેટરો શરૂ થવાની શક્યતા છે. કેન્દ્ર સરકારે આ માટે થીયેટર માલિકોને 25 ટકા સીટો સાથે થીયેટર ખોલવાની મંજૂરી આપવામાં આવી શકે છે.
સરકારના આ નિર્ણયથી થીયેટર માલિકો નારાજ જોવા મળી રહ્યા છે. સંચાલકો 50 ટકા સીટ સાથે થીયેટર ચલાવવા માગે છે. જ્યારે સરકાર 25 ટકા સાથે ચલાવવાની મંજૂરી આપવના પક્ષમાં છે. જેથી સંચાલકોને ભારે નુકસાન જવાનું માની રહ્યા છે. ગુજરાતની વાત કરીએ તો હાલમાં રાજ્યમાં કુલ 200 થીયેટરો છેલ્લા પાંચ મહિનાથી બંધ છે. અનલોક 3માં થિયેટરો ખોલવા ગૃહ મંત્રાલયને પ્રસ્તાવ મોકલાવી દેવામાં આવ્યો છે.
થીયેટર માલિકો 50 ટકા સીટ સાથે શરૂ કરવા તૈયાર છે પરંતુ સરકાર ફક્ત 25 ટકા સીટની જ મંજૂરી આપવા માગે છે. જેથી દેશના મોટાભાગના થીયેટર માલિકો 25 ટકા સીટ સાથે થીયેટર ખોલવા માટે સહમત નથી.
આગામી 1લી ઓગસ્ટથી કેન્દ્ર સરકાર અનલોક-3ની જાહેરાત કરીને કેટલીક વધારે છૂટછૂટ આપી શકે છે. અનલોક-3માં મલ્ટિપ્લેક્સ, સિંગલ સિનેમા હોલ અને જીમ ખોલવાની મંજૂરી આપવામાં આવી શકે છે. જોકે સ્કૂલ અને મેટ્રો સેવા પહેલાની જેમ જ બંધ રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion