1 જુલાઇ 2022થી દેશમાં નહીં થઇ શકે સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો યૂઝ, સરકારે લગાવ્યો પ્રતિબંધ
આખા દેશમાં આગામી વર્ષ 1 જુલાઇ,2022થી સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો પ્રયોગ નહીં થઇ શકે. સરકાર સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવે છે.
નવી દિલ્હીઃ ભારતને સિંગલ યૂઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવા માટે આખા દેશમાં પ્લાસ્ટિકના કચરા અને તેનાથી થનારા ખતરાને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે મોટો ફેંસલો કર્યો છે. ગુરુવારે કેન્દ્ર સરકારે જાહેરાત કરતા કહ્યું કે, આખા દેશમાં આગામી વર્ષ 1 જુલાઇ,2022થી સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો પ્રયોગ નહીં થઇ શકે. સરકાર સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવે છે.
કેન્દ્રએ એક ડ્રાફ્ટ અધિસૂચના જાહેર કરી છે અને બતાવ્યુ કે આ યોજના નાના વેપારીઓને પ્રભાવિત ના કરે, અને સાથે જ કચરાથી વધતા ખતરાને જોતા 30 સપ્ટેમ્બરથી પૉલિથીનની થેલીઓની જાડાઇ 50 માઇક્રૉનથી વધીને 120 માઇક્રૉન કરવાનો ફેંસલો કર્યો છે. અત્યારે પણ દેશમાં 50 માઇક્રૉનથી ઓછાની પૉલિથીન બેગ પર બેન છે.
આગામી વર્ષ 15 ઓગસ્ટ, 2022 આઝાદીના દિવસ સુધી આખા દેશમાં પ્લાસ્ટિક વસ્તુઓનુ નિર્માણ, આયાત, સંગ્રહ, વિતરણ, વેચાણ અને ઉપયોગ નિયમોના અંતર્ગત બેન રહેશે. સિંગલ યૂઝ પ્લાસ્ટિકના બે તબક્કામાં બેન કરવામાં આવશે. પહેલા તબક્કાની શરૂઆત જાન્યુઆરી, 2022થી થશે આ તબક્કામાં કેટલીક પ્લાસ્ટિક વસ્તુઓ જેવી કે પ્લાસ્ટિકના ઝંડા, ફૂગ્ગા, કેન્ડી સ્ટિક બેન થશે અે પછી 1લી જુલાઇ, 2022થી પ્લેટ, કમ, ગ્લાસ, કટલરી જેવા કે કાંટા, ચમચી, ચાકૂ, પુઆલ, ટ્રે, રેપિંગ, પેકિંગ ફિલ્મ્સ, નિમંત્રણ કાર્ડ, સિગારેટના પેકેટ વગેરે વસ્તુઓ પર પ્લાસ્ટિક બેન લાગશે.
સરકારના એક અધિકારીએ બતાવ્યુ કે, પહેલા તે વસ્તુઓને તબક્કાવાર રીતે બેન કરવામાં આવશે, જેનો વિકલ્પ આસાનીથી ઉપલબ્ધ થઇ શકે. વળી, કચરા પ્રબંધન પ્રણાલીના સમન્વયની જવાબદારી શહેરી સ્થાનિક પાલિકા અને ગ્રામ પંચાયતોની રહેશે. આ ઉપરાંત કન્પોસ્ટેબલ પ્લાસ્ટિકથી બનેલી કેરી બેગ પર જાડાઇનો જોગવાઇ લાગુ નહીં થાય. કમ્પૉસ્ટેબલ પ્લાસ્ટિક કેરીના નિર્માતાઓ કે વિક્રેતાઓને પ્લાસ્ટિક સામગ્રીનુ વેચાણ કે ઉપયોગ કરતા પહેલા કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પાસેથી એક પ્રમાણપત્ર પ્રાપ્ત કરવુ પડશે.