(Source: ECI/ABP News/ABP Majha)
મોદી સરકાર દેશભરમાં 19 એપ્રિલ સુધી લોકડાઉન લાદવાની કરશે જાહેરાત ? જાણો મોદી સરકારે શું કહ્યું ?
કોરોના કાળમાં દેશમાં ખોટો મેસેજ વાયરલ કરવાનું ચલણ વધ્યું છે. અવારનવાર સોશિયલ મીડિયા પર આવા ભ્રામક અહેવાલે કે મેસેજ જોવા મળે છે.
Lockdown In India Again? દેશમાં કોરોનાના વધતા કેસને જોતા દેશના અનેક રાજ્યોમાં નાઈટ કર્ફ્યો (Night Curfew), વીકેન્ડ લોકડાઉન (Weekend Lockdown) અને લોકડાઉન (Lockdown) જેવા કડક પ્રતિબંધ લગાવી ચૂક્યા છે. ત્યારે દરેક મનમાં એક જ સવાલ ભમી રહ્યો છે કે શું ફરી એક વખત દેશમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી શકે છે? સોશિયલ મીડાય પર તેને લઈને અનેક દાવા કરવામાં આવી રહ્યા છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારત સરકાર દ્વારા 9થી 19 એપ્રિલ સુધી લોકડાઉન (Complete Lockdown) લગાવવામાં આવી રહ્યું છે. PIB ફેક્ટ ચેકે જ્યારે આ દાવાની તપાસ કરી તો આ ખોટો હોવાનું સામે આવ્યું છે.
PIB Fact Check તરફથી ટ્વીટ કરવામાં આવ્યું છે કે, ‘એક #Morphed તસવીરમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારત સરકાર દ્વારા 9થી 19 એપ્રિલ સુધી લોકડાઉન લગાવવામાં આવશે. આ દાવો ખોટો છે. ભારત સરકાર દ્વારા લોકડાઉન સંબંધિત આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. મહેરબાની કરીને આવી ભ્રામક તસવીરો અથવા મેસેજને ખોટા સંદર્ભમાં શેર ન કરો.
एक #Morphed तस्वीर में दावा किया जा रहा है कि भारत सरकार द्वारा 9 से 19 अप्रैल तक लॉकडाउन लगाया जाएगा। #PIBFactCheck: यह दावा #फ़र्ज़ी है। भारत सरकार द्वारा #लॉकडाउन के संबंध में ऐसी कोई घोषणा नहीं की गई है। कृपया ऐसी भ्रामक तस्वीरों या संदेशों को गलत संदर्भ में साझा न करें। pic.twitter.com/9Luh5XWqst
— PIB Fact Check (@PIBFactCheck) April 9, 2021
નોંધનીય છે કે, કોરોના કાળમાં દેશમાં ખોટો મેસેજ વાયરલ કરવાનું ચલણ વધ્યું છે. અવારનવાર સોશિયલ મીડિયા પર આવા ભ્રામક અહેવાલે કે મેસેજ જોવા મળે છે. જોકે પીઆઈબી ફેક્ટ ચેકે તરફથી સમય સમય પર તેની જાણકારી આપીને આવા ભ્રામક અહેવાલોથી દૂર રહેવાનું કહેવામાં આવે છે.
નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.