AI Side Effect: AI ના કારણે કરોડો લોકો ગુમાવશે પોતાની નોકરિયો ? સંસદમાં સરકારે આપ્યો જવાબ, આ સમયે ચિંતા...
Parliament Monsoon Session Latest News: એક તરફ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ તેની વિશેષતાઓને કારણે દેશ અને દુનિયામાં વધી રહ્યો છે
Parliament Monsoon Session Latest News: એક તરફ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ તેની વિશેષતાઓને કારણે દેશ અને દુનિયામાં વધી રહ્યો છે, તો બીજીતરફ ઘણા નિષ્ણાતો ભવિષ્યમાં નોકરીઓ ગુમાવવાનો ભય પણ વ્યક્ત કરી રહ્યાં છે. સોમવારે લોકસભામાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ આ મુદ્દે સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા.
તેમણે કેન્દ્ર સરકારને પૂછ્યું કે AIના કારણે આ સરકારના કાર્યકાળ દરમિયાન 6.9 કરોડ લોકોની નોકરીઓ છીનવાઈ શકે છે. દેશમાં બેરોજગારી પણ વધી રહી છે. સરકાર આનો સામનો કરવા શું કરી રહી છે? તેના જવાબમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે નોકરી ગુમાવવાની વાત અનુમાનના આધારે કરવામાં આવે છે.
મંત્રીએ કહ્યું- અત્યારે કોઇ ચિંતાની વાત નથી...
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે મોબાઈલ ફોન અને કૉમ્પ્યુટર આવ્યા ત્યારે આવા જ દાવા કરવામાં આવ્યા હતા. પરંતુ આવું થયું નથી. તેથી અત્યારે ચિંતા કરવા જેવું કંઈ નથી. ભારતીય અર્થવ્યવસ્થા 6 થી 7 ટકાની ઝડપે વધી રહી છે. જ્યારે અર્થવ્યવસ્થા આ ગતિએ વધે છે, ત્યારે ઉત્પાદનથી લઈને સેવા ક્ષેત્ર સુધીની દરેક બાબતમાં રોજગાર વધે છે, તેથી અત્યારે ચિંતા કરવાની જરૂર નથી. નેશનલ સર્વિસ પોર્ટલ પર 30 લાખથી વધુ નોકરીઓ છે. દેશમાં નોકરીઓની કોઈ કમી નથી.
AI શું છે અને કઇ રીતે કરે છે કામ ?
AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ હિન્દીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કહેવાય છે, જેનો અર્થ થાય છે બનાવટી એટલે કે કૃત્રિમ રીતે વિકસિત બૌદ્ધિક ક્ષમતા. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ કૉમ્પ્યુટર વિજ્ઞાનની અદ્યતન શાખા છે. આમાં કૉમ્પ્યુટર પ્રૉગ્રામિંગ દ્વારા મશીનને એટલું બુદ્ધિશાળી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેથી તે માણસની જેમ વિચારી શકે અને નિર્ણય લઈ શકે.
બીજા શબ્દોમાં કહીએ તો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા કૉમ્પ્યુટર સિસ્ટમ અથવા રૉબૉટિક સિસ્ટમ બનાવવામાં આવે છે, જેને એ જ તર્કના આધારે ચલાવવાનો પ્રયાસ કરવામાં આવે છે જેના આધારે માનવ મગજ કામ કરે છે.