Rambhai Mokariya: 'જાહેરાત કરો છો પણ ટ્રેન ક્યાં, મને ટોણા મારે છે': કેમ અકળાયા રામભાઈ મોકરિયા?
રાજકોટમાં આજે રેલ્વે સ્ટેશન ખાતે પ્રધાનમંત્રી નો જન ઐષધિ કેન્દ્રનો વરચ્યુલ કાર્યક્રમ યીજાયો હતો.રાજકોટમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાનું નિવેદન આપ્યું હતું.1 વર્ષ પહેલાં 6 ટ્રેન રાજકોટને મળશે તેવી જાહેરાત કરી હતી.પણ હજુ ચાલુ ન થઈ જેથી પત્રકારો મને ટોણો મારે છે.રાજકોટને વહેલી આ ટ્રેનો શરૂ કરવામાં આવે તેવી રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ પાસે માંગ કરી છે. જરૂર પડે તો રાજ્યસભા અને લોકસભામાં સાંસદો આ મુદ્દો ઉઠાવશે. સૌરાષ્ટ્રના લોકોના હિતમાં વધુ એક વખત ખુલીને બોલ્યા રામભાઈ મોકરિયા હતા.
રાજકોટને લાંબા અંતરની ટ્રેનો મળે તે માટે અનેક વખત સાંસદોએ રજૂઆત કરી છે. રાજકોટમાં પ્રધાનમંત્રીના વર્ચ્યુઅલ કાર્યક્રમ બાદ પત્રકારો ને સંબોધતા રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકારીયા જણાવ્યુ હતુ કે મે રેલવેમાં અને મંત્રી અશ્વિની કુમારને ટ્રેન રાજકોટ સુધી લંબાવવા વાત કરી હતી.આ જાહેરાત અગાઉના રાજ્ય રેલવે મંત્રી દર્શનબેન જરદોશ દ્વારા થઈ હતી.અમદાવાદ સુધીની 6 ટ્રેન રાજકોટ સુધી લંબાવવામાં આવે. હજુ સુધી આ ટ્રેન રાજકોટ સુધી લંબાવાઈ નથી. મંત્રી અને સ્થાનિક રેલવે અધિકારીઓને પણ ટકોર કરી છે. જો જાહેરાત મુજબ ટ્રેન મળે તો રાજકોટ સહિત સૌરાષ્ટ્રને ફાયદો થાય. અમદાવાદ સુધી આવતી ટ્રેનો રાજકોટ સુધી લંબાવવામાં આવે તો સૌરાષ્ટ્રવાસીઓને ફાયદો થાય.
સૌરાષ્ટ્રમાં ટ્રેન સુવિધાઓ વધારવામાં આવે તો નેશનલ હાઈવે પર ટ્રાફિક સમસ્યા પણ હળવી થાય.રેલવેના અધિકારીઓ ઉપરાંત રેલવેના પદાધિકારીઓની હાજરીમાં ખુલીને સાંસદ રામભાઈ મોકરિયા બોલ્યા હતા.પશ્ચિમ રેલવેના DRM ને રામભાઇએ કહ્યું તમે પણ પ્રયાસો કરો.રાજકોટને તમામ ટ્રેનો મળી જાય.