ખોટી જાણકારી ફેલાવનારાઓ પર મોદી સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, ચાર પાકિસ્તાની સહિત 2 યૂટ્યૂબ ચેનલ બ્લોક
નરેન્દ્ર મોદી સરકારે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશ સંબંધો અને જાહેર વ્યવસ્થા વિશે ખોટી માહિતી ફેલાવતી 22 યૂટ્યુબ ચેનલોને બ્લોક કરી છે. આમાંથી 4 ચેનલ પાકિસ્તાનની છે.
નવી દિલ્હી: નરેન્દ્ર મોદી સરકારે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશ સંબંધો અને જાહેર વ્યવસ્થા વિશે ખોટી માહિતી ફેલાવતી 22 યૂટ્યુબ(youtube) ચેનલોને બ્લોક કરી છે. આમાંથી 4 ચેનલ પાકિસ્તાનની છે. આ સિવાય 3 ટ્વિટર, એક ફેસબુક એકાઉન્ટ અને એક ન્યૂઝ વેબસાઈટને પણ બ્લોક કરી દેવામાં આવી છે. ન્યૂઝ એજન્સી ANI દ્વારા આ જાણકારી આપવામાં આવી છે.
એજન્સીના જણાવ્યા અનુસાર, સૂચના અને પ્રસારણ મંત્રાલયે(I&B Ministry) 22 યૂટ્યુબ ચેનલો પર આકરા પ્રહારો કર્યા છે. આ સિવાય 3 ટ્વિટર એકાઉન્ટ( Twitter accounts), 1 ફેસબુક એકાઉન્ટ (Facebook account)અને એક ન્યૂઝ વેબસાઈટ પણ બ્લોક(news website also blocked) કરી દેવામાં આવી છે. 22 માંથી 4 યુટ્યુબ ચેનલો પાકિસ્તાનમાં(4 Pakistan based) છે. આ તમામ એકાઉન્ટ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશ સંબંધો અને જાહેર વ્યવસ્થા વિશે લોકોમાં ખોટી માહિતી ફેલાવી રહ્યા હતા.
આ પહેલા જાન્યુઆરીમાં મોદી સરકારે 35 યૂટ્યુબ ચેનલો બ્લોક કરી દીધી હતી. 20 જાન્યુઆરીએ મંત્રાલયને મળેલી બાતમીના આધારે 35 યૂટ્યુબ ચેનલ, 2 ટ્વિટર એકાઉન્ટ, 2 ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ, 2 વેબસાઈટ અને એક ફેસબુક એકાઉન્ટને બ્લોક કરવાની સૂચના આપવામાં આવી હતી. આ તમામ એકાઉન્ટ પાકિસ્તાનથી ઓપરેટ કરવામાં આવતા હતા અને ખોટા ભારત વિરોધી સમાચાર અને અન્ય સામગ્રી ફેલાવતા હતા.
ગયા વર્ષે ડિસેમ્બરમાં, ગુપ્તચર એજન્સીઓ સાથેના સંયુક્ત પ્રયાસમાં, 20 યૂટ્યુબ ચેનલો અને બે વેબસાઇટ્સને બ્લોક કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ ચેનલો ભારત વિરોધી પ્રચાર અને નકલી સમાચાર પણ ફેલાવતી હતી. ત્યારબાદ માહિતી અને પ્રસારણ મંત્રાલયે કહ્યું હતું કે આ ચેનલોનો ઉપયોગ "કાશ્મીર, ભારતીય સેના, ભારતમાં લઘુમતી સમુદાયો, રામ મંદિર, જનરલ બિપિન રાવત વગેરે" જેવા વિષયો પર સમન્વયિત રીતે વિભાજનકારી સામગ્રી પોસ્ટ કરવા માટે કરવામાં આવી રહ્યો છે.