શોધખોળ કરો
Advertisement
દેશમાં લૉકડાઉનનો સમયગાળો લંબાવવા અંગે સરકારે શું કરી ચોખવટ, જાણો વિગતે
રાજીવ ગાબાએ જણાવ્યુ કે, લૉકડાઉનને આગળ વધારવાની સરકારની હાલ કોઇ યોજના નથી. તેમને કહ્યું કે, સરકારની પાસે હાલ આવી કોઇ યોજના નથી. આ માત્ર અફવાઓ જ છે
નવી દિલ્હીઃ કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને સરકારે દેશભરમાં 21 દિવસનુ જડબેસલાક લૉકડાઉન આપ્યુ છે. રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનને લઇને હવે સરકારે ચોખવટ કરી છે કે સરકાર પાસે લૉકડાઉનની આગળની કોઇ યોજના નથી.
છેલ્લા કેટલાક સમયથી અફવાઓ ફેલાઇ રહી હતી કે સરકારનુ લૉકડાઉન હજુ પણ આગળ વધી શકે છે. જોકે હવે આને લઇને સરકારના કેબિનેટ સચિવ રાજીવ ગાબાએ ચોખવટ કરી છે.
રાજીવ ગાબાએ જણાવ્યુ કે, લૉકડાઉનને આગળ વધારવાની સરકારની હાલ કોઇ યોજના નથી. તેમને કહ્યું કે, સરકારની પાસે હાલ આવી કોઇ યોજના નથી. આ માત્ર અફવાઓ જ છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રની મોદી સરકારે દેશમાં કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં રાખીને 14 એપ્રિલ સુધી, એટલે કે 21 દિવસ સુધી રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
દેશ
બિઝનેસ
Advertisement