શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
IITની પ્રવેશ પરીક્ષાને સરળ કરવા માંગે છે મોદી સરકાર, જાણો કારણ
નવી દિલ્હીઃ ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઑફ ટેકનોલોજી (આઇઆઇટી)માં એડમિશન માટે લેવામાં આવતી પ્રવેશ પરીક્ષા (જેઇઇ-એડવાન્સ)ને કેન્દ્ર સરકાર આગામી દિવસોમાં થોડી સરળ બનાવી શકે છે. આ પાછળનું કારણ આ વર્ષે જેઇઇ-એડવાન્સનું ઓછુ પરિણામ છે. વાસ્તવમાં આ વર્ષે લગભગ એક હજાર બેઠકો ખાલી રહી ગઇ હતી જેને ભરવા માટે સરકારે બાદમાં કટઓફમાં ઘટાડો કરવો પડ્યો હતો.
માનવ સંસાધન વિકાસ મંત્રાલયમાં સચિવ (ઉચ્ચ શિક્ષણ) આર સુબ્રમણ્યમને આ અંગે જાણકારી આપતા કહ્યું કે, આ વર્ષે આવેલા જેઇઇ-એડવાન્સના પરિણામને જોતા અમે આઇઆઇટી કાઉન્સિલ અને તમામ આઇઆઇટીને કહીશું કે તેઓ જેઇઇ-એડવાન્સના ટેસ્ટ પેપરની ડિઝાઇન પર ફરીથી ચર્ચા કરે. અમને લાગે છે કે હાલનું ટેસ્ટ પેપર વિદ્યાર્થીઓની ક્ષમતા પ્રમાણે યોગ્ય નથી.
આગામી દિવસોમાં આઇઆઇટી કાઉન્સિલ સાથેની બેઠકમાં આ મુદ્દાને ઉઠાવવામાં આવશે. આ બેઠકમાં માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકર પણ હાજર રહેશે. નોંધનીય છે કે પેપર અઘરુ હોવાનો મુદ્દો પ્રથમવાર નથી ઉઠ્યો. વિદ્યાર્થીઓ પર પ્રેશર ઓછું કરવા માટે એનડીએ સરકારે સિંગલ એક્ઝામ ફોર્મેટ લાગુ કરવાનો વિચાર રજૂ કર્યો હતો પરંતુ તેને લાગુ કરવામાં આવ્યો નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion