Modi Surname Case: માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર અને પૂર્ણેશ મોદીને જાહેર કરી નોટીસ, 10 દિવસમાં આપવો પડશે જવાબ
મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી
મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. માનહાનિના કેસમાં દોષિત ઠેરવવા પર સ્ટે આપવાનો ઈનકાર કરતા ગુજરાત હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. કોર્ટે પૂર્ણેશ મોદીને નોટિસ ફટકારી છે, જેના પર તેમણે 10 દિવસમાં જવાબ આપવાનો રહેશે. આ મામલે આગામી સુનાવણી 10 ઓગસ્ટ 2023ના રોજ થશે.
Supreme Court issues notice to Gujarat Government and others on the plea of Congress leader Rahul Gandhi challenging the Gujarat High Court order which declined to stay his conviction in the criminal defamation case in which he was sentenced to two years in jail by Surat court…
— ANI (@ANI) July 21, 2023
માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી યોજાઇ હતી. જસ્ટિસ બીઆર ગવઇ અને જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાની ખંડપીઠે પૂર્ણેશ મોદી અને ગુજરાત સરકારને નોટિસ પાઠવી હતી. આગામી સુનાવણી 4 ઓગસ્ટે યોજાશે. ગુજરાત હાઈકોર્ટના આદેશને પડકારતી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર અને અન્યને નોટિસ ફટકારી છે.
Supreme Court also issues notice to complainant & Gujarat BJP MLA Purnesh Modi on Rahul Gandhi’s plea and posts the matter for hearing on stay of his conviction on August 4.
— ANI (@ANI) July 21, 2023
જસ્ટિસ બીઆર ગવઈ અને પ્રશાંત કુમાર મિશ્રાની બેન્ચે આજે મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી કરી હતી. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે 15 જુબલાઈના રોજ કેસની તત્કાળ સુનાવણી માટે અરજી કરી હતી. તેમના પહેલા ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ પણ કેવિયેટ દાખલ કરી હતી અને અપીલ કરી હતી કે તેમને સાંભળ્યા વિના કેસમાં નિર્ણય લેવામાં ન આવે. રાહુલ ગાંધી વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા.
'Modi surname' remark | Supreme Court begins hearing of plea filed by Congress leader Rahul Gandhi challenging the Gujarat High Court order which declined to stay his conviction in the criminal defamation case in which he was sentenced to two years in jail by Surat court. pic.twitter.com/vr3RTwfhvv
— ANI (@ANI) July 21, 2023
જ્યારે શુક્રવારે (20 જુલાઈ) કોર્ટમાં સુનાવણી શરૂ થઈ ત્યારે ખંડપીઠના અધ્યક્ષ જસ્ટિસ બીઆર ગવઈએ આ કેસ અંગે તેમની અંગત સમસ્યા જણાવતા સુનાવણી માટે બંને પક્ષકારો પાસેથી સલાહ માંગી હતી. જસ્ટિસ ગવઈએ કહ્યું, મારા પિતા કોંગ્રેસના નજીક હતા. ભાઈ હજુ પણ કોંગ્રેસના સભ્ય છે. તમે લોકો નક્કી કરો કે મારે સુનાવણી કરવી જોઈએ કે નહીં.
બંન્ને પક્ષો સુનાવણી માટે સહમત થયા હતા
જ્યારે જસ્ટિસ ગવઈએ આવું કહ્યું ત્યારે પૂર્ણેશ મોદી તરફથી હાજર રહેલા એડવોકેટ મહેશ જેઠમલાણીએ કહ્યું હતું કે અમને કાંઈ વાંધો નથી. આ પછી રાહુલ ગાંધીના વકીલ અભિષેક મનુ સિંઘવીએ પણ કહ્યું કે, અમે પણ તેમના નિવેદન સાથે સહમત છીએ. બંને પક્ષો સહમત થયા પછી જસ્ટિસ ગવઈએ સુનાવણી શરૂ કરી અને કહ્યું કે અમે અરજદાર પૂર્ણેશ મોદી અને ગુજરાત સરકારને ઔપચારિક નોટિસ જાહેર કરી રહ્યા છીએ.
સુનાવણી દરમિયાન પૂર્ણેશ મોદીના વકીલે જવાબ દાખલ કરવાની પરવાનગી માંગી હતી જેને બેન્ચે સ્વીકારી હતી. જેઠમલાણીએ કોર્ટને કહ્યું કે તેઓ 10 દિવસમાં જવાબ દાખલ કરશે. જસ્ટિસ ગવઈએ સુનાવણી માટે આગામી તારીખ 4 ઓગસ્ટ નક્કી કરી છે.