શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
બ્રિક્સમાં વડાપ્રધાન મોદીએ PAK પર સાધ્યુ નિશાન, કહ્યું અમારો પાડોશી દેશ આતંકવાદની જન્મભૂમિ
પણજીઃ આતંકવાદના મુદ્દા પર એકવાર ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન પર નિશાન સાધ્યું છે. ગોવામાં યોજાઇ રહેલા બ્રિક્સ સંમેલનના બીજા દિવસે વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, દુનિયાભરમાં આતંકવાદનનું મોડ્યુલ પાકિસ્તાનમાં તૈયાર થઇ રહ્યું છે. ભારતનો પાડોશી દેશ છે જે આતંકવાદી તૈયાર કરે છે. જેના વિરુદ્ધ બ્રિક્સ દેશોએ એકજૂથ થવાની જરૂર છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપણી આર્થિક તાકાતને પ્રત્યક્ષ ખતરો આતંકવાદથી છે.આ ખૂબ ત્રાસદીપૂર્ણ છે. આ એવા દેશમાંથી થઇ રહ્યુ છે જે ભારતનો પાડોશી દેશ છે. તેમણે કહ્યું કે, આપણે એવાથી એકમત છીએ કે આતંકવાદ અને તેમના સમર્થકોને સજા મળવી જોઇએ ઇનામ નહીં. હાલ વિશ્વ સમક્ષ સિક્યુરિટી અને માનવ તસ્કરી મોટો પડકાર છે. આ માટેનો રોડમેપ તૈયાર કરવો પડશે.
બ્રિક્સ નેતાઓની બેઠકમાં વડાપ્રધાન મોદીએ કહ્યુ હતું કે, આજે વધતો આતંકવાદ મિડલ ઇસ્ટ, વેસ્ટ એશિયા યુરોપ અને સાઉથ આફ્રિક માટે મોટો ખતરો છે. એક માનસિકતા એ વાત પર વધુ ભાર આપે છે કે આતંકવાદ રાજકીય ફાયદા માટે યોગ્ય છે પરંતુ આપણે તેની નિંદા કરવી જોઇએ. બ્રિક્સ દેશોએ સીસીઆઇટી કરાર કર્યો છે જેમાં તે આતંકવાદ વિરુદ્ધ એકબીજાના સહયોગ કરશે. ભારતે તાજેતરમાં જ પેરિસ ક્લાઇમેન્ટ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. અમે વિકાસ અને ક્લાઇમેન્ટ ચેન્જ વચ્ચે સંતુલન બનાવવા માટે કટિબદ્ધ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion