શોધખોળ કરો
અયોધ્યા મુદ્દે બોલવા બદલ કઈ મુસ્લિમ મોડલને કટ્ટરવાદીઓએ આપી રેપ કરીને મારી નાંખવાની ધમકી?
સોશિયલ મીડિયામાં અયોધ્યા મુદ્દે બોલવા બદલ ક્રિકેટર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંને કટ્ટરપંથીઓએના રોષનો ભોગ બનવાનો વારો આવ્યો છે.
![અયોધ્યા મુદ્દે બોલવા બદલ કઈ મુસ્લિમ મોડલને કટ્ટરવાદીઓએ આપી રેપ કરીને મારી નાંખવાની ધમકી? Mohammed Shami wife Hasin Jahan Ram Mandir bhoomi pujan photo share અયોધ્યા મુદ્દે બોલવા બદલ કઈ મુસ્લિમ મોડલને કટ્ટરવાદીઓએ આપી રેપ કરીને મારી નાંખવાની ધમકી?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/10162221/Jahan.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
કોલકત્તાઃ સોશિયલ મીડિયામાં અયોધ્યા મુદ્દે બોલવા બદલ ક્રિકેટર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંને કટ્ટરપંથીઓએના રોષનો ભોગ બનવાનો વારો આવ્યો છે. આ મામલે કટ્ટરપંથીઓ હસીન જહાંને ધમકીઓ આપવા લાગ્યા છે, તેને મારવાની અને બળાત્કારની ધમકીઓ આપવામાં આવી રહી છે. આનાથી પરેશાન થયેલી હસીન જહાંએ કોલકત્તાના લાલ બજાર સ્ટ્રીટના સાયબર સેલમાં ફરિયાદ પણ નોંધાવી દીધી છે.
હસીન જહાં અનુસાર, તેને તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પરથી પાંચ ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ પર દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા. ત્યારબાદ તે કટ્ટરપંથીઓના નિશાને આવી ગઇ અને તેને સોશ્યલ મીડિયા પર ધમકીઓ આપવામાં આવી રહી છે.
હસીન જહાંએ આ વિશે જણાવ્યુ કે, પાંચ ઓગસ્ટે મે સોશિયલ મીડિયા દ્વારા રામ મંદિરના ભૂમિ પૂજનની શુભેચ્છા મારા સમસ્ત હિન્દુ ભાઇ-બહેનોને આપી હતી. આ કારણે કેટલાક કટ્ટરપંથીઓએ અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને મારા પર કૉમેન્ટ્સ કરી હતી. મને બળાત્કાર અને રેપની ધમકીઓ મળી, આની વિરુદ્ધ મે પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી છે. મે મારી ફરિયાદમાં કહ્યું છે કે આવા અસામાજિક લોકો વિરુદ્ધ જલ્દી જલ્દી કાર્યવાહી કરવામાં આવે.
નોંધનીય છે કે, હસીન જહાં ભારતીય ટીમના સ્ટાર બૉલર મોહમ્મદ શમીની પત્ની છે, જોકે હાલ બન્ને એકબીજાથી અલગ રહી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)