શોધખોળ કરો
Advertisement
મોનસૂનની ધમાકેદાર એન્ટ્રી, કેરળમાં ચોમાસાનું થયું આગમાન, હવામાન વિભાગે કરી પુષ્ટિ
કેરળમાં 2014ના વર્ષમાં ચોમાસું 5મી જૂન, 2015માં છઠ્ઠી જૂન અને 2016માં 8મી જૂનના રોજ આવ્યું હતું.
નવી દિલ્હીઃ મોનસૂને શનિવારે કેરળમાં દસ્તક દઈ દીધી છે. આ પહેલા હવામાન વિભાગે પોતાના લેટેસ્ટ અનુમાનમાં કેરળની રાજધાની તિરૂવનંતપુરમના ચાર જિલ્લામાં રેડ એલર્ટ જારી કર્યું હતું. હવામાન વિભાગનું કહેવું છે કે, 9, 10 અને 11 જૂનના રોજ કેરળના ત્રિશૂર, એર્નાકુલમ, મલપ્પુરમ, કોઝિકોડ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. સાથે જ આગામી 48 કલાકમાં મોનસૂન ગતિ પકડવાની આશા છે.
આ પહેલા ભારતીય હવામાન વિભાગે (IMD) આગાહી કરી હતી કે, નાગાલેન્ડ, છત્તીસગઢ, મિઝોરમ, ત્રિપુરા, આસામ, મેઘાલય અને કેરળમાં આગામી 72 કલાક દરમિયાન ભારે પડી શકે છે. સાથે જ ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ગરમીથી આગામી થોડા દિવસોમાં રાહત રહેવાની આશા વ્યક્ત કરી છે.
નોંધનીય છે કે કેરળમાં 2014ના વર્ષમાં ચોમાસું 5મી જૂન, 2015માં છઠ્ઠી જૂન અને 2016માં 8મી જૂનના રોજ આવ્યું હતું. જ્યારે વર્ષ 2018માં કેરળમાં ત્રણ દિવસ પહેલા એટલે કે 29મી મેના રોજ ચોમાસાએ દસ્તક દીધા હતા. ગત વર્ષે દેશમાં સામાન્ય વરસાદ પડ્યો હતો.
હવામાન વૈજ્ઞાનિક સોમા સેન રોયના જણાવ્યા પ્રમાણે ચોમાસું મોડું આવવાથી વરસાદના પ્રમાણમાં કોઈ ફેરફાર નહીં થાય. જોકે, જૂનમાં વરસાદ થોડો ઓછો પડી શકે છે. અસામાન્ય સ્થિતિને કારણે ચોમાસું મોડું થયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion