Monsoon Session: સંસદના ચોમાસુ સત્રને લઇને સ્પીકરે બોલાવી સર્વપક્ષીય બેઠક, આ બિલ પર થઇ શકે છે હોબાળો
સંસદનું ચોમાસુ સત્ર સોમવાર, 18 જૂલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે. જેમાં 24 જેટલા નવા બિલ લાવવાની દરખાસ્ત છે
નવી દિલ્હીઃ સંસદનું ચોમાસુ સત્ર સોમવાર, 18 જૂલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે. જેમાં 24 જેટલા નવા બિલ લાવવાની દરખાસ્ત છે. સંસદના આ સત્ર પહેલા સ્પીકરે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. લોકસભા સ્પીકર ઓમ બિરલા આજે સાંજે 4 વાગ્યે સંસદ લાયબ્રેરી બિલ્ડીંગમાં રાજકીય પક્ષોના નેતાઓને મળશે. આ બેઠક દરમિયાન સંસદ સત્રમાં કામકાજ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં તમામ મુખ્ય પક્ષોના નેતાઓ હાજરી આપી શકે છે.
Parliament relaxes entry into Central Hall with reduction in COVID-19 cases
— ANI Digital (@ani_digital) July 15, 2022
Read @ANI Story | https://t.co/Ph3tDJIwgN#Parliament #ParliamentCentralHall #MonsoonSession pic.twitter.com/s4LF1UqCfv
24 નવા બિલ રજૂ કરવામાં આવશે
મોદી સરકાર આ ચોમાસુ સત્રમાં ઘણા નવા બિલ લાવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સંસદમાં કુલ 24 નવા બિલ મૂકવામાં આવશે. તેમજ આ સત્રમાં દરેકને પાસ કરાવવાના પ્રયાસો કરવામાં આવશે. આ બિલોમાં સહકારી ક્ષેત્રમાં સુધારા અને ડિજિટલ મીડિયા સંબંધિત મહત્વપૂર્ણ બિલોનો પણ સમાવેશ થાય છે. જો કે, કેટલાક બિલ એવા છે જેના પર સંસદમાં હંગામો થઈ શકે છે.
આ બિલોને લઈને હોબાળો થઈ શકે છે
The Multi State Cooperative Societies ( Amendment ) Bill 2022 ખૂબ જ મહત્વપૂર્ણ બિલ માનવામાં આવે છે. અમિત શાહે સહકાર મંત્રાલયની વધારાની કમાન સંભાળ્યા પછી જ તેના પર કામ કરવાનું શરૂ કર્યું. બિલનો મુખ્ય ઉદ્દેશ એક કરતાં વધુ રાજ્યોમાં કાર્યરત લગભગ 1500 સહકારી સંસ્થાઓની કામગીરીમાં પારદર્શિતા લાવવાનો અને તેમને સશક્ત બનાવવા માટે સંસાધનો એકત્ર કરવાની શક્તિ આપવાનો છે.
Press & Registration of Periodicals Bill 2022 પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ બિલ દ્વારા પહેલીવાર ડિજિટલ મીડિયાને મીડિયાના એક ભાગ તરીકે સામેલ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. 1867ના જૂના કાયદાને બદલીને નવો કાયદો બનાવવા માટે નવું બિલ લાવવામાં આવ્યું છે. બિલમાં ડિજિટલ મીડિયાની નોંધણી માટે પણ જોગવાઈ કરવામાં આવી છે.
કોંગ્રેસ મોંઘવારી અને અગ્નિપથ યોજનાનો વિરોધ કરશે
સંસદના આ ચોમાસુ સત્રમાં મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે પણ તમામ મુદ્દાઓ પર સરકારને ઘેરવાની તૈયારી કરી લીધી છે. કોંગ્રેસે કહ્યું છે કે તે મોંઘવારી, બેરોજગારી, સૈન્ય ભરતીની નવી 'અગ્નિપથ' યોજના, તપાસ એજન્સીઓના કથિત દુરુપયોગ અને સંસદના આગામી ચોમાસુ સત્ર દરમિયાન બંને ગૃહોમાં જાહેર હિતના અન્ય ઘણા મુદ્દાઓને ઉઠાવશે. પાર્ટીના સંસદીય બાબતોના વ્યૂહાત્મક જૂથની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકની અધ્યક્ષતા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કરી હતી.
ઉલ્લેખનીય છે કે સંસદનું ચોમાસુ સત્ર 18 જુલાઈથી શરૂ થશે અને 12 ઓગસ્ટ સુધી ચાલશે. કુલ 26 દિવસમાં 18 બેઠકો થશે. સંસદનું આ સત્ર ખાસ બનવાનું છે, કારણ કે 18 જુલાઈએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પણ મતદાન થવાનું છે. બીજી તરફ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી 6 ઓગસ્ટે યોજાશે.