શોધખોળ કરો

Monsoon Session of Parliament: સંસદના ચોમાસુ સત્રની આજથી શરૂઆત, રજૂ કરાશે આ છ મોટા બિલ

Monsoon Session of Parliament:નાણામંત્રી નિર્મલા સીતારમણ મંગળવારે કેન્દ્રીય બજેટ રજૂ કરશે. સંસદનું ચોમાસુ સત્ર આના એક દિવસ પહેલા એટલે કે સોમવારથી શરૂ થશે

Monsoon Session of Parliament: નાણામંત્રી નિર્મલા સીતારમણ મંગળવારે કેન્દ્રીય બજેટ રજૂ કરશે. સંસદનું ચોમાસુ સત્ર આના એક દિવસ પહેલા એટલે કે સોમવારથી શરૂ થશે. આ સમય દરમિયાન વિપક્ષ NEET પેપર લીક, રેલવે સુરક્ષા અને કાંવડ યાત્રાને લઈને યુપી સરકારના નિર્ણય સહિત ઘણા મુદ્દાઓ પર NDA સરકારને ઘેરવાની તૈયારી કરી રહ્યું છે. કેન્દ્ર સરકારે ચોમાસુ સત્ર પહેલા રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. જેમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, કોંગ્રેસ નેતા ગૌરવ ગોગોઈ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન સહિત વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો.

સંસદ સત્ર પહેલા રવિવારે યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં JDU અને YSRCPએ અનુક્રમે બિહાર અને આંધ્રપ્રદેશ માટે વિશેષ દરજ્જાની માંગ કરી હતી. આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. શાસક ગઠબંધન એનડીએ તરફથી જીતનરામ માંઝી અને જયંત ચૌધરી પણ બેઠકમાં હાજર રહ્યા ન હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, સમાજવાદી પાર્ટીએ બેઠકમાં કાંવડ યાત્રાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે આ અંગે લેવાયેલ નિર્ણય 'સંપૂર્ણપણે ખોટો' છે.

સરકાર 6 બિલ રજૂ કરી શકે છે

સોમવારથી શરૂ રહેલ સંસદનું ચોમાસુ સત્ર 12 ઓગસ્ટ સુધી ચાલશે. આમાં કુલ 19 બેઠકો યોજાવાની છે. આ સમયગાળા દરમિયાન સરકાર છ બિલ પણ રજૂ કરે તેવી અપેક્ષા છે. આમાં 90 વર્ષ જૂના એરક્રાફ્ટ એક્ટમાં ફેરફાર કરવા માટેનું બિલ તેમજ જમ્મુ-કાશ્મીરના બજેટ માટે સંસદની મંજૂરીનો પણ સમાવેશ થાય છે. આ દરમિયાન વિપક્ષ તરફથી હંગામો જોવા મળી શકે છે. મંગળવારે રજૂ થનારા બજેટ પહેલા નાણામંત્રી સીતારમણ સોમવારે સંસદમાં આર્થિક સર્વે પણ રજૂ કરશે.

આર્થિક સર્વે શું છે?

ઇકોનોમિક સર્વે સરકારના રિપોર્ટ કાર્ડ જેવું હોય છે જેમાં છેલ્લા નાણાકીય વર્ષના હિસાબો હોય છે. નોંધનીય છે કે પ્રથમ આર્થિક સર્વે 1950-51માં રજૂ કરવામાં આવ્યું હતું. બજેટના એક દિવસ પહેલા રજૂ કરવાની પરંપરા 1964થી શરૂ થઈ હતી. આના માધ્યમથી જનતાને માત્ર અર્થવ્યવસ્થાની સાચી સ્થિતિ જ નહીં, પરંતુ સરકાર અનેક પડકારો વિશેની જાણકારી પણ આપે છે અને તેને કેવી રીતે દૂર કરી શકાય તે પણ સર્વેમાં જણાવવામાં આવ્યું છે. આ સર્વેમાંથી સામાન્ય જનતાને માત્ર મોંઘવારી અને બેરોજગારીના આંકડા જ નહીં પરંતુ રોકાણ, બચત અને ખર્ચ અંગેના વિચારો પણ મળે છે.

ધારો કે સરકારનું ધ્યાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર છે તો આ ક્ષેત્ર રોકાણકારોને આકર્ષી શકે છે. એટલે કે, આ સેક્ટર મુજબની શક્યતાઓનો ખ્યાલ આપે છે. સર્વેમાં સરકારની નીતિઓ વિશે જ માહિતી આપવામાં આવતી નથી. આર્થિક સર્વે માત્ર સરકારની નીતિઓ જ નહીં પરંતુ ભાવિ આર્થિક દૃષ્ટિકોણ પણ દર્શાવે છે, તેથી જ તેને બજેટ પહેલા રજૂ કરવાની પરંપરા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
"શ્રદ્ધા કપૂર અને નોરા ફતેહી સહિત અનેક સ્ટાર્સને ડ્રગ્સ કર્યું હતું સપ્લાય," 252 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપીએ કર્યો મોટો ખુલાસો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
Advertisement

વિડિઓઝ

Gujarat CM : પાક નુકસાની સહાય પેકેજ અંગે મુખ્યમંત્રીનું નિવેદન, જુઓ અહેવાલ
Amit Shah : દિલ્લી આતંકી હુમલા મામલે અમિત શાહનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દાદાના તેજ તેવર!
Hun To Bolish : હું તો બોલીશ : તમારી ગાડી આ પેટ્રોલે બગાડી?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરનો ભાગીદાર ધારાસભ્ય?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીના આ 4 એક્ઝિટ પોલ, જેમાં બની રહી છે મહાગઠબંધનની સરકાર
"શ્રદ્ધા કપૂર અને નોરા ફતેહી સહિત અનેક સ્ટાર્સને ડ્રગ્સ કર્યું હતું સપ્લાય," 252 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપીએ કર્યો મોટો ખુલાસો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી, આ યુનિવર્સિટીનું સભ્યપદ કરવામાં આવ્યું રદ
કોણ છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો અસલી માસ્ટરમાઇન્ડ? કોણે રચ્યું ખતરનાક ષડયંત્ર? સામે આવ્યું હેન્ડલરનું નામ
કોણ છે દિલ્હી બોમ્બ બ્લાસ્ટનો અસલી માસ્ટરમાઇન્ડ? કોણે રચ્યું ખતરનાક ષડયંત્ર? સામે આવ્યું હેન્ડલરનું નામ
IPL 2026 પહેલા જબરદસ્ત ટ્રેડ ડીલ, મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સ પાસેથી ખરીદી લીધો આ ધાકડ બેટ્સમેન
IPL 2026 પહેલા જબરદસ્ત ટ્રેડ ડીલ, મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સ પાસેથી ખરીદી લીધો આ ધાકડ બેટ્સમેન
IPL 2026 ની પહેલી ટ્રેડ ડીલ, લખનૌનો સાથે છોડીને આ ટીમમાં જોડાયો શાર્દુલ ઠાકુર
IPL 2026 ની પહેલી ટ્રેડ ડીલ, લખનૌનો સાથે છોડીને આ ટીમમાં જોડાયો શાર્દુલ ઠાકુર
Delhi Blast: દિલ્હીમાં ધડાકા કરાવનારાઓનો થશે હિસાબ, અમિત શાહે ગુપ્તચર અધિકારીઓ સાથે કરી મીટિંગ
Delhi Blast: દિલ્હીમાં ધડાકા કરાવનારાઓનો થશે હિસાબ, અમિત શાહે ગુપ્તચર અધિકારીઓ સાથે કરી મીટિંગ
Embed widget