12.75 લાખની કરમુક્ત આવકનો લાભ લેવો છે? તો આ શરત સ્વીકારવી પડશે!
નવી કર વ્યવસ્થામાં જ મળશે 12.75 લાખ સુધીની આવકવેરા મુક્તિનો લાભ

Budget 2025 tax benefits: બજેટ 2025માં નાણામંત્રી નિર્મલા સીતારમણે રૂ. 12 લાખની આવક કરમુક્ત કરીને સામાન્ય માણસને ખુશ કરી દીધા છે. પરંતુ આનો લાભ લેવા માટે તમારે એક શરત સ્વીકારવી પડશે.
કઈ છે શરત?
સરકારે નવી કર વ્યવસ્થામાં 12 લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સ ફ્રી કરી છે. જો તમે જૂની ટેક્સ વ્યવસ્થા હેઠળ આવો છો, તો તમને આ ફેરફારનો લાભ નહીં મળે. એટલે કે 12 લાખ રૂપિયા સુધીની કરમુક્ત આવકનો લાભ મેળવવા માટે, તમારે નવી કર વ્યવસ્થામાં જવું પડશે.
નવી કર વ્યવસ્થાના નિયમો શું છે?
સરકારે નવી ટેક્સ સિસ્ટમને ડિફોલ્ટ ટેક્સ સિસ્ટમ બનાવી દીધી છે. એટલે કે જો તમે નાણાકીય વર્ષની શરૂઆતમાં જૂની ટેક્સ સિસ્ટમ પસંદ નહીં કરો, તો તમે આપમેળે નવી ટેક્સ સિસ્ટમમાં શિફ્ટ થઈ જશો.
નવી કર વ્યવસ્થામાં પરત ફરવાનો કોઈ વિકલ્પ નથી. એટલે કે એકવાર તમે નવી કર વ્યવસ્થામાં શિફ્ટ થઈ ગયા પછી, તમે ફરી ક્યારેય જૂની ટેક્સ વ્યવસ્થામાં શિફ્ટ થઈ શકશો નહીં.
તમારી 12 લાખ રૂપિયાની આવક કરમુક્ત છે, પરંતુ વાસ્તવિક લાભ 12.75 લાખ રૂપિયા હશે, કારણ કે તમને 75,000 રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ મળશે.
ટેક્સ કેવી રીતે વસૂલવામાં આવશે?
સરકારે નવી ટેક્સ સિસ્ટમના સ્લેબમાં ફેરફાર કર્યો છે. હવે 4 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત છે. ત્યારબાદના સ્લેબ 4 થી 8 લાખ પર 5%, 8 થી 12 લાખ પર 10%, 12 થી 16 લાખ પર 15%, 16 થી 20 લાખ પર 20%, 20 થી 24 લાખ પર 25% અને 24 લાખ રૂપિયાથી વધુની આવક પર 30% ટેક્સ લાગશે.
સરકાર તમારી 12 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ નહીં વસૂલે. તેના બદલે, તે તમને આવકવેરા કાયદાની કલમ 87A હેઠળ સમાન રકમની છૂટ આપશે.
જો તમે 12.75 લાખ રૂપિયા સુધીની કરમુક્ત આવકનો લાભ લેવા માંગો છો, તો તમારે નવી કર વ્યવસ્થામાં શિફ્ટ થવું પડશે. જો કે, નવી કર વ્યવસ્થા પસંદ કરતા પહેલા તેના નિયમો અને ફાયદા-ગેરફાયદા વિશે જાણી લેવું જરૂરી છે.
હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો કોઈ પણ કરદાતાનો પગાર 12.75 લાખ રૂપિયાથી એક રૂપિયો પણ વધુ હોય તો તેના પર કેટલો ટેક્સ લાગશે. જો આપણે આની ગણતરી કરીએ તો, કરદાતાઓએ કુલ 76 હજાર રૂપિયા ચૂકવવા પડશે.
આ પણ વાંચો...
બજેટ 2025: 12.75 લાખથી વધુ પગાર પર કેટલો ટેક્સ લાગશે? ટેક્સની ગણતરી સમજો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
