IND vs ENG: અભિષેક શર્માએ ઈતિહાસ રચ્યો, ટી20માં બનાવ્યો રેકોર્ડ, આવું કારનામુ કરનારો બીજો ભારતીય
ભારતીય ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માનું તોફાન મુંબઈમાં જોવા મળ્યું હતું. અભિષેક શર્માએ ઈંગ્લેન્ડ સામેની પાંચમી T20માં શાનદાર બેટિંગ કરી હતી.

Abhishek Sharma: ભારતીય ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માનું તોફાન મુંબઈમાં જોવા મળ્યું હતું. અભિષેક શર્માએ ઈંગ્લેન્ડ સામેની પાંચમી T20માં શાનદાર બેટિંગ કરી હતી. આ મેચમાં અભિષેક શર્માએ વિસ્ફોટક ઈનિંગ રમી માત્ર 37 બોલમાં સદી ફટકારી છે. આ દરમિયાન તેણે ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે.
Abhishek Sharma bludgeons India's second-fastest T20I hundred in Mumbai 🔥#INDvsENG 📝: https://t.co/vZbQbyBKWD pic.twitter.com/fq8zxrZAnQ
— ICC (@ICC) February 2, 2025
અભિષેક શર્માએ ટી20 ફોર્મેટમાં ભારત માટે બીજી સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી. તેણે માત્ર 17 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી.બાદમાં 37 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ દરમિયાન અભિષેકે 5 સિક્સર અને 3 ફોર ફટકારી હતી. તેની વિસ્ફોટક બેટિંગના કારણે ભારતે માત્ર 5 ઓવરમાં 80 રન બનાવ્યા હતા. તેની પહેલા સંજુ સેમસને ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. તેણે જોફ્રા આર્ચરના પહેલા જ બોલ પર સિક્સર ફટકારી હતી. જોકે, ઝડપથી રન બનાવવાનો પ્રયાસ કરતી વખતે તે 16 રન બનાવીને આઉટ થયો હતો.
અભિષેક શર્મા પહેલા સિક્સર કિંગ યુવરાજ સિંહે 2007 T20 વર્લ્ડ કપમાં ભારત માટે 12 બોલમાં અડધી સદી ફટકારી હતી. યુવરાજ બાદ હવે અભિષેક શર્મા આ મામલે બીજા નંબર પર આવી ગયો છે. ખાસ વાત એ છે કે યુવરાજે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ સૌથી ઝડપી અડધી સદી પણ ફટકારી હતી અને હવે અભિષેક શર્માએ પણ ઈંગ્લેન્ડ વિરુદ્ધ આ સિદ્ધિ મેળવી છે.
અભિષેક શર્માએ સૂર્યકુમાર યાદવનો ઘરઆંગણે ભારતીય દ્વારા સૌથી ઝડપી અર્ધશતકનો રેકોર્ડ તોડી નાખ્યો કારણ કે તેણે ઈંગ્લેન્ડના બોલરો સામે ખૂબ જ શાનદાર બેટિંગ કરી હતી. અભિષેકે માત્ર 17 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી.
ભારત માટે સૌથી ઝડપી T20I 50 રન
12 યુવરાજ સિંહ વિ ઈંગ્લેન્ડ ડરબન 2007
17 અભિષેક શર્મા વિ ઈંગ્લેન્ડ વાનખેડે મુંબઈ 2025
18 કેએલ રાહુલ વિ સ્કોટલેન્ડ દુબઈ 2021
18 સૂર્યકુમાર યાદવ વિ સાઉથ આફ્રીકા ગુવાહાટી 2022
મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે 5 મેચોની શ્રેણીની છેલ્લી અને પાંચમી મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત શ્રેણીમાં 3-1થી આગળ છે.
આ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સંજુ સેમસને જોફ્રા આર્ચરના પ્રથમ બોલ પર સિક્સર ફટકારીને મજબૂત શરૂઆત કરી હતી. જો કે સેમસન 16 રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ અભિષેકે શાનદાર ઇનિંગ રમી હતી અને ઇંગ્લેન્ડના બોલરોને ખૂબ સારી રીતે ફટકાર્યા હતા. અભિષેકે ઝડપી રમવાનું ચાલુ રાખ્યું અને 17 બોલમાં પોતાની અડધી સદી ફટકારી હતી. અભિષેકની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની આ ત્રીજી અને આ શ્રેણીની બીજી અડધી સદી છે. ભારત માટે ટી20માં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ યુવરાજ સિંહના નામે છે, જેણે 2007ના ટી20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે 12 બોલમાં અડધી સદી ફટકારી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
