Strawberry Moon 2024: 21 જૂને આકાશમાં દેખાશે સ્ટ્રૉબેરી મૂન, જાણો શું છે આ
Strawberry Moon 2024: બહુ જલદી લોકોને આકાશમાં એક રસપ્રદ ઘટના જોવા મળશે. ખરેખરમાં આગામી 21 જૂને આકાશમાં એક દુર્લભ નજારો જોવા મળશે. આ દિવસ સમગ્ર વિશ્વ માટે સૌથી ખાસ સાબિત થવાનો છે
![Strawberry Moon 2024: 21 જૂને આકાશમાં દેખાશે સ્ટ્રૉબેરી મૂન, જાણો શું છે આ Moon world news read what is strawberry moon will be the longest day and seen across the world including india on june 21st Strawberry Moon 2024: 21 જૂને આકાશમાં દેખાશે સ્ટ્રૉબેરી મૂન, જાણો શું છે આ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/19/33b10b3c4814ae03afde5420284c03da171877783207277_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Strawberry Moon 2024: બહુ જલદી લોકોને આકાશમાં એક રસપ્રદ ઘટના જોવા મળશે. ખરેખરમાં આગામી 21 જૂને આકાશમાં એક દુર્લભ નજારો જોવા મળશે. આ દિવસ સમગ્ર વિશ્વ માટે સૌથી ખાસ સાબિત થવાનો છે. આ દિવસે પૂર્ણિમાની રાત્રિ છે. ભારતમાં પણ દર મહિને પૂર્ણિમા હોય છે, પરંતુ વિદેશોમાં તેને અલગ-અલગ નામે ઓળખવામાં આવે છે. જ્યોતિષ અને ખગોળશાસ્ત્ર અનુસાર 21મી જૂનનો દિવસ સૌથી લાંબો હશે અને રાત્રિના આકાશમાં અદભૂત નજારો જોવા મળશે. આ દિવસે ચંદ્ર તેના પૂર્ણ શક્તિ અને પ્રકાશ સાથે દેખાતો હશે. તેનો પ્રકાશ એટલો તેજ હશે કે જાણે તે દિવસ હોય તેમ દેખાશે. આ ઘટનાને 'સ્ટ્રૉબેરી મૂન' કહેવામાં આવે છે. ચંદ્ર આછા ગુલાબી રંગનો હશે અને આ દિવસથી યૂરોપ અને અમેરિકામાં ઉનાળાની ઋતુ શરૂ થશે.
યૂરોપીયન ખંડના ઉત્તરીય દેશોમાં ચંદ્ર ઉગતી વખતે લાલ રંગનો દેખાશે. જ્યારે ચંદ્ર આકાશમાં ખૂબ જ નીચો દેખાય છે ત્યારે આવું થવાની સંભાવના વધારે હોય છે. જેમ જેમ તે ઉપર જશે તેમ તેનો રંગ ગુલાબી થશે. નાસાએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. જો કે, ચંદ્રનો આ તેજસ્વી પ્રકાશ 20 જૂનથી જ દેખાવા લાગશે, જે 22 જૂને પણ દેખાશે. ગુરુવાર, શુક્રવાર અને શનિવારે ચંદ્ર સંપૂર્ણ રીતે દેખાશે.
શું છે સ્ટ્રૉબેરી મૂન ?
Timeanddate.comના અહેવાલ મુજબ, સ્ટ્રૉબેરી મૂનનું નામ અમેરિકન ખગોળશાસ્ત્રીઓએ આપ્યું હતું. તેનું નામ જંગલી સ્ટ્રૉબેરી પરથી પડ્યું છે જે આ મહિનામાં પાકે છે. જૂન પૂર્ણ ચંદ્રના અન્ય નામોમાં બેરી પાકેલા ચંદ્ર, ગ્રીન કોર્ન મૂન અને હૉટ મૂનનો સમાવેશ થાય છે. ભારત સહિત સમગ્ર એશિયા ખંડમાં પૂર્ણ ચંદ્ર જોવાનો બેસ્ટ સમય શુક્રવાર હશે. આ સમય દરમિયાન ચંદ્ર સૂર્યાસ્ત પછી તેજસ્વી પ્રકાશ લાવશે. સ્ટ્રૉબેરી મૂન દરમિયાન ચંદ્ર અપવાદરૂપે મોટો દેખાશે, પરંતુ તે સુપરમૂન નહીં હોય. સુપરમૂન જોવા માટે ઓગસ્ટ સુધી રાહ જોવી પડશે અને ત્યાર બાદ સતત 4 સુપરમૂન જોવા મળશે. જૂનના પૂર્ણ ચંદ્રને અમેરિકન આદિવાસીઓ દ્વારા સ્ટ્રૉબેરી મૂન નામ આપવામાં આવ્યું છે.
હની મૂન પણ કહે છે આને
Space.com અનુસાર, સામાન્ય રીતે આવું થતું નથી. આવું 19 થી 20 વર્ષમાં એકવાર થાય છે. આ સમયે સૂર્ય આકાશમાં તેના સર્વોચ્ચ સ્થાને હશે, તેથી ચંદ્ર આકાશમાં નીચો દેખાશે અને મોટો દેખાશે. વળી, ઘણા યૂરોપિયન દેશોમાં, સ્ટ્રૉબેરી મૂનને હની મૂન તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની પાછળ એક મોટું કારણ છે, કારણ કે આ સમયે મધના કૉમ્બ્સ તૈયાર હોય છે. આ સમય ખેડૂતો માટે મધ કાઢવાનો છે, તેથી તેને હની મૂન તરીકે પણ ઓળખવામાં આવે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)