Morbi bridge collapse: મોરબી પુલ દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટ કરશે સુનાવણી, PIL દાખલ કરી તપાસની કરાઇ છે માંગ
મોરબીમાં ઝુલતો પૂલ તૂટી પડવાની દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી કરવામાં આવી છે
મોરબીમાં ઝુલતો પૂલ તૂટી પડવાની દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી કરવામાં આવી છે. મોરબી દુર્ઘટનાને લઇને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. 14 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટ આ મામલે સુનાવણી હાથ ધરશે. એક વકીલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
Supreme Court agrees to hear on Nov 14 a PIL seeking direction to immediately appoint a judicial commission under the supervision of retired top court judge to initiate probe into the #MorbiBridgeCollapse pic.twitter.com/WQpcgRAiAi
— ANI (@ANI) November 1, 2022
અરજીમાં સીટની રચના કરીને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને SITનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના જ કોઈ નિવૃત્ત જજ દ્વારા થાય તેવી માંગ કરવામાં આવી છે. ઉપરાંત આવી કોઈ ઘટના દેશમાં ફરીથી ન થાય તે માટે જેટલા પણ જૂના પૂલ કે સ્મારક હોય ત્યાં ભીડ મેનેજ કરવા માટે કાયદા બનાવવામાં આવે તેવો પણ અરજીમાં ઉલ્લેખ છ
A plea filed in Supreme Court seeking direction to immediately appoint a judicial commission under the supervision of a retired top court judge to initiate a probe on the #MorbiBridgeCollapse pic.twitter.com/7UiWZdmCGu
— ANI (@ANI) November 1, 2022
Plea by a lawyer seeks directions to State govts to form committee for survey & risk assessment of old & risky monuments, bridges to ensure environmental viability & safety.
— ANI (@ANI) November 1, 2022
It also seeks directions for permanent disaster probe team in States to promptly attend to such tragedies
આ અરજી વિશાલ તિવારી નામના વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવી છે જે વ્યવસાયે વકીલ પણ છે. મોરબી બ્રિજ અકસ્માત અંગે અત્યાર સુધીમાં આઈપીસીની જુદી જુદી કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે અને 9 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં 134 લોકોના મોત થયા છે. ગુજરાત સરકારે પણ બ્રિજ દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે 2 નવેમ્બરે રાજ્યવ્યાપી શોકની જાહેરાત કરી છે.
આ ઘટના બની ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ગુજરાત પ્રવાસ પર હતા. વડાપ્રધાન મોદીના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક પણ યોજાઈ હતી. વડાપ્રધાન મોદી મોરબી આવશે અને મૃતકોના પરિવારજનો અને ઇજાગ્રસ્તોની મુલાકાત કરશે.