Mahakumbh Stampede: મહાકુંભ મોટી દુર્ઘટના, 10થી વધુ લોકોના મોતની આશંકા, અમૃત સ્નાન રદ્દ, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
Mahakumbh Stampede: સૂત્રોએ દાવો કર્યો છે કે, મહાકુંભમાં નાસભાગમાં 10 લોકોના મોત થયા છે. સવારે 10:00 કલાકે આનંદ અખાડા ખાતે શ્રદ્ધાંજલિ સભા યોજાશે.

Mahakumbh Stampede:આજે મહાકુંભમાં મૌની અમાવસ્યા નિમિત્તે સંગમ ઘાટ પાસે નાસભાગ મચી ગઈ હતી. જેમાં 10ના મોતની આશંકા સેવાઇ રહી છે. તો મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. પ્રશાસને તાત્કાલિક ઘટનાસ્થળે રાહત કાર્ય શરૂ કરી દીધું હતું. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. મેળામાં નાસભાગ બાદ નિરંજની અખાડાએ સ્નાનયાત્રા અટકાવી દીધી છે. હાલમાં અખાડાઓએ અમૃતસ્નાન મોકૂફ રાખ્યું છે. પીએમ મોદીએ સીએમ યોગી પાસેથી અકસ્માતની માહિતી લીધી અને તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય માટે આદેશ આવ્યાં છે.
સંયમ માટે અપીલ
ઘટનાસ્થળેથી સામે આવેલા વીડિયો અનુસાર કેટલીક મહિલાઓ અને બાળકો પણ ઘાયલ થયા છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું કહેવાય છે. મહાકુંભ શહેરના વહીવટીતંત્રે શ્રદ્ધાળુઓને અફવાઓ પર ધ્યાન ન આપવા અને સંયમ રાખવાની અપીલ કરી છે.
એવું કહેવાય છે કે પ્રયાગરાજના સંગમ કિનારે અમૃતસ્નાન પહેલા રાત્રે લગભગ 2 વાગે ભાગદોડ મચી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે આમાં 10થી વધુ લોકોના મોતની આ શંકા છે. . એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર, નાસભાગ થતાં જ લોકો દોડવા લાગ્યા હતા. જેના કારણે વધુ અવ્યવસ્થા ફેલાઇ હતી.
સંગમ કિનારે ઘણા ભક્તો બેભાન થઇ ગયા હતા
માહિતી મળી રહી છે કે, નાસભાગ વચ્ચે સંગમ કિનારે ઘણા શ્રદ્ધાળુઓ બેભાન થઈ ગયા હતા. ઘાયલોમાં મહિલાઓની સાથે બાળકોનો પણ સમાવેશ થાય છે.
ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે, એનએસજી અને સેનાએ જવાબદારી સંભાળી લીધી છે,ઘાયલોને 50થી વધુ એમ્બ્યુલન્સની મદદથી સેન્ટ્રલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. લોકોએ અનેક ઈજાગ્રસ્તોને મોટરસાઈકલ પર પણ લઈ જવાયા છે. સેના અને એનએસજીએ સ્થિતિને કાબૂમાં લેવા માટે જવાબદારી સંભાળી લીધી છે.
ભારે ભીડને કારણે અખાડાઓએ સ્નાનની શૃંખલા રોકી દીધી છે
શૈવ અખાડાઓએ ભારે ભીડને કારણે મૌની અમાવસ્યા પર અમૃત સ્નાન રદ્દ કર્યું છે. મહાનિર્વાણી અને નિરંજની અખાડાના ઋષિ-મુનિઓ અને નાગા સાધુઓ સ્નાન માટે બહાર નહોતા આવ્યા. કેન્ટોનમેન્ટમાં જ હજારો નાગા સાધુઓ હાજર છે. અખાડા પરિષદના પ્રમુખ શ્રી મહંત રવિન્દ્ર પુરીનું કહેવું છે કે, ભારે ભીડને કારણે સ્નાન રદ કરવાનો નિર્ણય લેવાયો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
