ભાજપ શાસિત આ રાજ્યના મુખ્યમંત્રીએ કર્યું એલાન, કોરોનાની ચિંતા કર્યા વિના મહાશિવરાત્રિ-હોળી ધામધૂમથી મનાવો......
હાલ કોરોના ધીમો પડતાં મહાશિવરાત્રી અને હોળીની ઉજવણી ધૂમધામથી કરવા માટે મંજૂરી અપાઈ રહી છે. ગુજરાત સરકારે પણ આ વર્ષે કોરોના ગ્રહણના 2 વર્ષ બાદ મહાશિવરાત્રી મેળાની ઉજવણી માટે મંજૂરી આપી છે.
ઈંદોર શહેરમાં આ વખતે 22 માર્ચના દિવસે રંગપંચમી ઉપર ગેર કાઢવામાં આવશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે બુઢી બરલાઈમાં યોજાયેલી એક સભામાં કહ્યું કે, કોરોના જઈ રહ્યો છે. હોળી, રંગપંચમી, શિવરાત્રી ધૂમધામથી ઉજવો, ગેર પણ કાઢજો. ગેર કાઢવા માટે મુખ્યમંત્રીએ સ્થિતિ સ્પષ્ટ કરતાં હાલ ગેર આયોજકોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, રંગપંચમી પર નિકળતી ગેર મધ્યપ્રદેશની સાંસ્કૃતિક પરંપરા છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે આ સાંસ્કૃતિક પરંપરાની ઉજવણી નહોતી થઈ શકી.
ઉત્સવોની ઉજવણીઃ
હાલ કોરોના ધીમો પડતાં મુખ્યમંત્રીએ ગેર, મહાશિવરાત્રી અને હોળીની ઉજવણી ધૂમધામથી કરવા માટે મંજૂરી આપી છે. મધ્યપ્રદેશમાં મહાશિવરાત્રી, હોળી અને રંગપંચમી ધુમધામથી ઉજવવામાં આવે છે. આ ઉત્સવોની ઉજવણીને લઈને મુખ્યમંત્રી શિવરાજસિંહે આપેલા નિવેદનથી ઉત્સવ સમિતિઓનો આનંદ બેગણો થઈ ગયો છે. સમિતિઓના અધ્યક્ષ હાલ ગેર કાઢવાની તૈયારીઓમાં લાગી ગયા છે. રંગપંચમીના દિવસે ઈંદોર શહેરમાં નિકળતી ગેર શહેરનો સાંસ્કૃતિક વારસો ગણાય છે. આ વર્ષે નિકળનારી ગેરના રુટમાં થોડો ફેરફાર કરાયો છે કારણ કે જુના રુટમાં હાલ નિર્માણ કાર્યો ચાલી રહ્યા છે. આ વર્ષની ગેરમાં મહારાષ્ટ્રના અમરાવતીની પ્રખ્યાત 100 સભ્યોવાળી ઢોલ પાર્ટીને બોલાવવામાં આવશે.
રાજવંશ સમયની સાંસ્કૃતિક પરંપરાઃ
ધૂટેળી બાદ રંગપંચમીએ નિકળતી ગેર પરંપરા આઝાદી પહેલાંથી ચાલી આવે છે. હોલકર રાજવંશના સમયથી રાજપરિવારના લોકો રંગપંચમી ઉપર રેલી સ્પરુપમાં લોકો એક સાથે રંગોથી રમવા માટે રસ્તાઓ પર નિકળે છે. ઈંદોરની સાથે માળવા-નિમાડ જેવા શહેરોમાં પણ રંગપંચમીની ગેર કાઢવામાં આવે છે. આ ગેરમાં 40-50 ફુટ ઉંચે સુધી રંગોની વર્ષા કરવામાં આવે છે, મિસાઈલો, પિચકારીઓ અને વોટર ટેંકર પણ આ ગેરમાં જોડાય છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પણ હાલ જૂનાગઢની ભવનાથ તળેટીમાં ઉજવાતો મહાશિવરાત્રીનો મેળો શરુ થઈ ગયો છે. ગુજરાત સરકારે પણ આ વર્ષે કોરોના ગ્રહણના 2 વર્ષ બાદ મહાશિવરાત્રી મેળાની ઉજવણી માટે મંજૂરી આપી છે. ભવનાથનો મહાશિવરાત્રીનો મેળો દુનિયાભરમાં પ્રખ્યાત છે.