શોધખોળ કરો
Advertisement
શિવરાજ સિંહનો કોરોના પોઝિટિવ આવતાં દિગ્વિજય સિંહે શું માર્યો ટોણો, જાણો વિગત
જૂન મહિનામાં પેટ્રોલ-ડીઝલના વધલેલા ભાવને લઈ કોંગ્રેસ કાર્યકર્તાઓના પ્રદર્શનમાં દિગ્વિજય સિંહ પણ સામેલ થયા હતા.
ભોપાલઃ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વાતની જાણકારી તેમણે ખુદ ટ્વિટ કરીને આપી છે.
શિવરાજે ટ્વિટ કરીને લખ્યું, મારા પ્રિય દેશવાસીઓ, મારામાં કોવિડ-19ના લક્ષણ જોવા મળ્યા હતા. ટેસ્ટ બાદ મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી તમામ સાથીઓને અપીલ છે કે જે પણ મારા સંપર્કમાં આવ્યા હોય તે કોરના ટેસ્ટ કરાવી લે. મારી નજીકના સંપર્કવાળા લોકો ક્વોરન્ટાઈન થઈ જાય.
જેના પર પ્રતિક્રિયા આપતાં કોંગ્રેસ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ સીએમ દિગ્વિજય સિંહે કહ્યું, શિવરાજ તમે કોરોના સંક્રમિત થયા તેનું દુઃખ છું. ઈશ્વર તમને જલદી સ્વસ્થ કરે. તમારે સોશિયલ ડિસ્ટેંસિંગનું ધ્યાન રાખવું જોઈતું હતું, જે તમને ન રાખ્યું. મારા પર તો ભોપાલ પોલીસે એફઆઈઆર નોંધી દીધી હતી પરંતુ તમારી પર કેવી રીતે કરે. આગળ તમારું ધ્યાન રાખજો.
જૂન મહિનામાં પેટ્રોલ-ડીઝલના વધલેલા ભાવને લઈ કોંગ્રેસ કાર્યકર્તાઓના પ્રદર્શનમાં દિગ્વિજય સિંહ પણ સામેલ થયા હતા. તે સમયે ભોપાલ પોલીસે તેમની સામે સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન નહીં કરવાનું અને કોરોના મહામારીના નિયમોના ઉલ્લંઘનના આરોપમાં એફઆઈઆર નોંધી હતી. હવે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કોરોના પોઝિટિવ આવતાં કોંગ્રેસ નેતાએ તેના પર નોંધાયેલી એફઆઈઆરનો ઉલ્લેખ કરી ટોણો માર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement