શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
શિવરાજ સરકારમાં સિંધિયાના આ 10 ખાસ માણસોને બનાવાયા મંત્રી, જાણો દસેય મંત્રીઓના નામ
ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશમાં માર્ચમાં કમલનાથના નેતૃત્વવાળી વાળી કોંગ્રેસ સરકાર પડ્યા બાદ શિવરાજ સિંહ ચૌહાણ રેકોર્ડ ચોથી વાર રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. જોકે કોરોના વાયરસ અને લૉકડાઉનના કારણે લગભગ એક મહિના સુધી તે કેબિનેટ વિના જ રહ્યાં હતા
ભોપાલઃ મધ્યપ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણના મંત્રીમંડળનો વિસ્તાર આમે તો ગુરુવારે 2જી જુલાઇએ જ થઇ ગયો હતો. લાંબી ચર્ચા બાદ બન્ને પક્ષો વચ્ચે સહમતી બની અને હાઇકમાન્ડના આદેશ બાદ શિવરાજ સિંહ ચૌહાણે પોતાના ચોથા કાર્યકાળના બીજા વિસ્તારને પૂર્ણ કર્યો. આ વિસ્તરણની ખાસ વાત એ રહી કે જ્યોતિરાદિત્ય સિંધિયા પોતાના સમર્થનવાળા 10 નેતાઓને મંત્રી પદ અપાવવામાં સફળ રહ્યાં.
ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશમાં માર્ચમાં કમલનાથના નેતૃત્વવાળી વાળી કોંગ્રેસ સરકાર પડ્યા બાદ શિવરાજ સિંહ ચૌહાણ રેકોર્ડ ચોથી વાર રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. જોકે કોરોના વાયરસ અને લૉકડાઉનના કારણે લગભગ એક મહિના સુધી તે કેબિનેટ વિના જ રહ્યાં હતા.
21 એપ્રિલે શિવરાજે નાના કેબિનેટનો વિસ્તાર કર્યો, અને પાંચ મંત્રીઓએ શપથ લીધી હતી. જોકે, સિંધિયાએ નવી સરકારમાં પોતાના 22 ધારાસભ્યોમાંથી 10 નેતાઓને મંત્રીપદ આપવાની શરત રાખી હતી, અને આના પર અડ્યા રહ્યાં હતા. છેવટે લાંબી ખેંચાખેંચ બાદ મંત્રીમંડળમાં આ નેતાઓને સામેલ કરવામાં આવ્યા હતા.
સિંધિયા સમર્થક 10 નેતાઓનું લિસ્ટ.....
અદલ સિંહ કસાના
ઇમરતી દેવી
મહેન્દ્ર સિંહ સિસોદિયા
પ્રદ્યૂમ્ન સિંહ તોમર
પ્રભુરામ ચૌધરી
ઓપીએસ ભદોરિયા
ગિરિરાજ દંડોતિયા
રાજવર્ધન સિંહ દતીગાંવ
સુરેશ ધાકડ
બૃજેન્દ્ર સિંહ યાદવ
આની સીથે જ કેબિનેટમાં હવે સિંધિયાના સમર્થન વાળા 12 મંત્રી થઇ ગયા છે. વળી, શિવરાજે પોતાના કેબિનેટમાં 2 અને પૂર્વ કોંગ્રેસી નેતા હરદીપ સિંહ ડંગ અને બિસાહૂ લાલ સિંહને પણ જગ્યા આપી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion