Mulayam Singh Yadav Death : દેશના સંરક્ષણ મંત્રી, ત્રણ વખત UPના CM, આઠ વખત ધારાસભ્ય, ચાર વખત સાંસદ, જાણો મુલાયમ સિંહ યાદવની રાજકીય સફર
સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવનું સોમવારે મેદાંતા હોસ્પિટલમાં નિધન થયુ છે
Mulayam Singh Yadav News: સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવનું સોમવારે મેદાંતા હોસ્પિટલમાં નિધન થયુ છે. તેઓ 82 વર્ષના હતા. 1977માં પહેલીવાર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂકેલા મુલાયમ સિંહ યાદવ 1977માં ઉત્તર પ્રદેશમાં જનતા પાર્ટીની સરકારમાં મંત્રી બન્યા હતા.
Samajwadi Party patriarch Mulayam Singh Yadav dies at 82
— ANI Digital (@ani_digital) October 10, 2022
Read @ANI Story | https://t.co/9y1St3rFKO#MulayamSinghYadav #SamajwadiParty pic.twitter.com/LhljwJeoTm
આ સાથે તેઓ લોકદળ, લોકદળ (બ) અને જનતા દળના યુપી એકમના પ્રદેશ અધ્યક્ષ પણ હતા.વર્ષ 1982માં મુલાયમ સિંહ યાદવ વિધાન પરિષદના સભ્ય બન્યા હતા. આ પછી તેઓ વર્ષ 1987 સુધી વિધાન પરિષદમાં વિપક્ષના નેતા રહ્યા. 1989માં તેઓ પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા અને 1991 સુધી આ પદ સંભાળ્યું. ઈટાવા જિલ્લાના સૈફઈમાં 22 નવેમ્બર 1939ના રોજ જન્મેલા મુલાયમ સિંહ યાદવે પોલિટિકલ સાયન્સમાં એમએ સુધીનો અભ્યાસ કર્યો હતો.
મુલાયમ સિંહ યાદવની રાજકીય સફર
- મુલાયમ સિંહ યાદવ સમાજવાદી પાર્ટીના સ્થાપક છે.
-તેઓ 3 વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહ્યા.
-દેશના સંરક્ષણ પ્રધાન રહી ચૂક્યા છે.
-યુપી વિધાનસભાના 8 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા.
-7 વખત લોકસભામાં ચૂંટાયા.
-1 વખત વિધાન પરિષદના સભ્ય તરીકે ચૂંટાયા.
-1967માં પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા.
-1977માં જનતા પાર્ટીની સરકારમાં પહેલીવાર તેઓ યુપીમાં મંત્રી બન્યા.
-તેઓ લોકદળ, લોકદળ (બ) અને જનતા દળ યુપીના પ્રદેશ અધ્યક્ષ હતા.
-1982માં વિધાન પરિષદના સભ્ય બન્યા.
-તેઓ 1982 થી 1985 સુધી વિધાન પરિષદમાં વિપક્ષના નેતા હતા.
-1985 થી 1987 સુધી યુપી વિધાનસભામાં વિપક્ષના નેતા હતા.
-1989માં પહેલીવાર યુપીના મુખ્યમંત્રી બન્યા, 1991 સુધી મુખ્યમંત્રી રહ્યા.
-4 ઓક્ટોબર 1992ના રોજ તેમણે તેમની નવી પાર્ટી સમાજવાદી પાર્ટીની રચના કરી.
-સમાજવાદી પાર્ટીના સ્થાપક અધ્યક્ષ બન્યા.
-1993 થી 1995 દરમિયાન બીજી વખત યુપીના સીએમ બન્યા.
-1996માં પ્રથમ વખત સાંસદ તરીકે ચૂંટાયા.
-તેઓ 1996 થી 1998 સુધી દેશના સંરક્ષણ પ્રધાન હતા.
-તેઓ ઓગસ્ટ 2003 થી મે 2007 સુધી ત્રીજી વખત યુપીના સીએમ રહ્યા હતા.
-તેઓ 14 મે 2007 થી 15 મે 2009 સુધી વિધાનસભામાં વિપક્ષના નેતા હતા.
-મુલાયમ સિંહ યાદવ 2004, 2009, 2014 અને 2019માં પણ લોકસભામાં ચૂંટાયા હતા.