શોધખોળ કરો
Advertisement
મુંબઇના સમુદ્રમાં ડૂબી ફ્લોટિંગ રેસ્ટોરન્ટ, 15 લોકોને બચાવાયા
મુંબઇઃ મુંબઇના માહિમ સ્થિત બાંદ્રા વર્લી સી લિંક પાસે એક તરતી રેસ્ટોરન્ટ દરિયામાં ડૂબી ગઇ હતી. વાસ્તવમાં એક મોટી નૌકાને રેસ્ટોરન્ટમાં ફેરવી દેવામાં આવી હતી. રેસ્ટોરન્ટમાં હાજર 15 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંન્ટ્રોલ રૂમના એક અધિકારીએ કહ્યું કે, ફાયર બિગ્રેડને સાંજે આ ઘટનાની સૂચના મળી હતી.
બાંદ્રા પોલીસ અને કોસ્ટગાર્ડેને આ જાણકારી આપવામાં આવી. બાંદ્રા પોલીસના એક અધિકારીએ કહ્યું કે, 15 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બોટ એઆરટી નામની કંપનીની છે. પોલીસ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. આ અગાઉ કેટલીક સમાજસેવી સંસ્થાઓએ આ રેસ્ટોરન્ટનો ખૂબ વિરોધ કર્યો હતો. તેમનો તર્ક હતો કે આ પ્રકારના પ્રયોગથી સમુદ્રમાં પ્રદૂષણ વધશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
બિઝનેસ
અમદાવાદ
Advertisement