શોધખોળ કરો
Advertisement
મુંબઈકરો માટે ખુશખબરઃ 1 ફેબ્રુઆરીથી સામાન્ય લોકો માટે પૂરી ક્ષમતા સાથે દોડશે લોકલ ટ્રેન
મુંબઈની લાઈફ લાઈન ગણાતી લોકલ ટ્રેન ફરીથી પૂરી ક્ષમતા સાથે શરૂ કરવા માટે હાલમાં રાજ્ય સરકાર, રેલવે અને બીએમસીના અધિકારીઓની બેઠક મળી હતી.
મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈના લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. એક ફેબ્રુઆરીથી મુંબઈ લોકલ ટ્રેન સેવા બધા માટે ઉપલબ્ધ હશે. જાણકારી અનુસાર સામાન્ય લોકો માટે લોકલ સેવા વારે સાત કલાકથી બપોરે 12 કલાક સુધી અને સાંજે ચાર કલાકથી નવ કલાકની વચ્ચે ઉપલબ્ધ નહીં હોય. પહેલા એવી જાણકારી આપવામાં આવી હતી કે સામાન્ય લોકો માટે લોકલ સેવા 29 જાન્યુઆરીથી શરૂ થશે.
મુંબઈની લાઈફ લાઈન ગણાતી લોકલ ટ્રેન ફરીથી પૂરી ક્ષમતા સાથે શરૂ કરવા માટે હાલમાં રાજ્ય સરકાર, રેલવે અને બીએમસીના અધિકારીઓની બેઠક મળી હતી. આ મીટિંગની અધ્યક્ષતા રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કરી હતી.
આ બેઠક બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, તમામ પ્રવાસીઓને ઉપનગરીય ટ્રેનમાં પ્રવાસ કરવાની મંજૂરી આપવાનો નિર્ણય ટૂંકમાં જ કરવામાં આવશે. જણાવીએ કે હાલમાં કોરોના મહામારીને કારણે માત્ર કેટલાક ક્લાસના પ્રવાસીઓને જ મુંબઈમાં લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની મંજૂરી છે જેમાં મહિલાઓ અને જરૂરી સેવાઓ સાથે જોડાયેલ લોકો સામેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement