શોધખોળ કરો
Advertisement
મુંબઈના પોલીસે કોન્સ્ટેબલે પોતાના ખર્ચે એક શખ્સના કરાવ્યા અંતિમ સંસ્કાર, પરિવારજનોએ વીડિયો કોલથી કર્યા અંતિમ સંસ્કાર
મુંબઈના વિરાર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલની માનવતાની મિશાલ સામે આવી છે. કોન્સ્ટેબલે પોતાના ખર્ચે એક શખ્સના અંતિમ સંસ્કાર કરાવ્યા હતાં.
મુંબઈના વિરાર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલની માનવતાની મિશાલ સામે આવી છે. કોન્સ્ટેબલે પોતાના ખર્ચે એક શખ્સના અંતિમ સંસ્કાર કરાવ્યા હતાં. કોન્સ્ટેબલ સુભાષ શિંદેએ માનવતાની મિશાલ રજૂ કરી હતી. વિસ્તારના લોકો સુભાષના જોરદાર વખાણ કરતાં જોવા મળ્યાં હતાં.
જોકે 6 મેએ સુભાષને એક ફોન આવ્યો હતો. તેણે જાણકારી મળી હતી કે, વિરાર વિસ્તારનો રહેવાસી એક રિયલ એસ્ટેટ એજન્ટ પ્રમોદ ખરેનું મોત તેના ફ્લેટમાં થયું હતું. પ્રમોદ ખરે પરિવાર વગર પોતાના ફ્લેટમાં એકલો રહેતો હતો. પોસ્ટમોર્ટમથી ખબર પડી કે તેનું મોત હાર્ટ અટેકથી થયું છે.
સુભાષે પ્રમોદના પરિવારજનોની તપાસ કરી અને તેમને પ્રમોદના મોતના સમાચાર આપ્યા હતાં. પ્રમોદ ખરેના પરિવારજનો દિલ્હીમાં રહે છે જે લોકડાઉનના કારણે તેઓ પહોંચી શક્યા નહતાં. પરિવારે વિરાર પોલીસ કોન્સ્ટેબલ સુભાષ શિંદેને વિનંતી કરી કે તેઓ પ્રમોદના અંતિમ સંસ્કાર કરી દે.
ત્યાર બાદ સુભાષે પોતાના રૂપિયે પ્રમોદ ખરના રિત-રિવાજની સાથે અંતિમ સંસ્કાર કર્યાં હતાં. પરિવારજનોએ વીડિયો કોલ મારફતે પુત્રના અંતિમ દર્શન પણ કર્યાં હતાં. શિંદેએ આ બધાં ખર્ચ કરવા માટે 2 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો હતો પરંતુ જ્યારે પ્રમોદ ખરેના પરિવારજનોએ તેને આ પૈસા પરત આપવાનો પ્રયત્ન કર્યો પરંતુ પોલીસ કોન્સ્ટેબલે લેવાના ના પાડી દીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement