શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્રમાં મુસ્લિમ સમુદાયે 10 બેડવાળા ICU યૂનિટનું કર્યું દાન, સીએમ ઉદ્ધવ ઠાકરેએ કર્યા વખાણ
સોમવારે ઇદના અવસર પર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ઇન્દિરા ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં 10 બેડવાળું આઈસીયૂ યૂનિટનું ઉદ્ઘાટન કર્યું.
કોલ્હાપુરઃ મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં ઇચલકરંજી શહેરમાં મુસ્લિમ સમુદાયે કોરોનાથી પીડિત લોકોની સારવાર માટે 10 બેડવાળું આઈસીયૂ રાજ્ય સરકારને દાનમાં આપ્યું છે. મુસ્લિમ સમુદાયે આ રમજાન પર રાજ્ય સરકારની અપીલ પર બિનજરૂરી ખર્ચ ન કરતાં 36 લાખ રૂપિયા દાનમાં આપ્યા હતા.
સોમવારે ઇદના અવસર પર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ઇન્દિરા ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં 10 બેડવાળું આઈસીયૂ યૂનિટનું ઉદ્ઘાટન કર્યું. આ ઇચલકરંજી શહેરના પ્રથમ સરકારી હોસ્પિટલ બની ગઈ છે જ્યાં હવે આઈસીયૂની સુવિધા ઉપલબ્ધ હશે. તેની સાથે જ કોરોના વિરૂદ્ધ જંગમાં રાજ્ય સરકારે વધુ એક ડગલું આગળ વધાર્યું છે.
10 બેડવાળા આઈસીયૂ યૂનિટનું ઓનલાઇન ઉદ્ઘાટન કરતાં મુખ્યમંત્રી ઠાકરેએ કહ્યું, “ઇચલકરંજીમાં મુસ્લિમ સમુદાયે આઈસીયૂ યૂનિટ માટે 36 લાખ રૂપિયા દાનમાં આપીને દેશની સામે એક આદર્શ ઉદાહરણ રજૂ કર્યું છે કે તહેવાર કેવી રીતે ઉજવાય છે. ”
નોંધનીય છે કે, ઇચલકરંજીમાં મુસ્લિમના એક સંગઠનો ‘સમસ્ત મુસ્લિમ સમાજ’ (એસએમએસ)એ રમજાનના પવિત્ર મહીના દરમિયાન શહેરની એકમાત્ર સરકારી હોસ્પિટલમાં 10-બેડની આઈસીયૂની સુવિધા આપવાનો નિર્ણય કર્યો હતો. આ પહેલા અહીંની દર્દીઓએ કોલ્હાપુર અને સોલાપુર જેવા શહેરમ મોકલવામાં આવતા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion